Latest

Thursday, May 2, 2019

ઊંધું ચાલીને શિખર ધવને પકડ્યો IPL 12નો સૌથી શાનદાર કેચ

બુધવારના રોજ યોજાઈ IPL 12ની 50મી મેચ

IPL 12ની 50મી મેચ બુધવારના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને જીત પ્રાપ્ત થઈ પણ દિલ્હી કેપિટલ્સના પ્લેયર શિખર ધવનનો શાનદાર કેચ આ મેચમાં ખૂબ જ ચર્ચામાં રહ્યો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

શિખર ધવને પકડ્યો શાનદાર કેચ, જુઓ

આ શાનદાર કેચ મેચની 15મી ઓવરમાં જોવા મળ્યો કે જ્યારે રૈના અડધી સદી મારી ચૂક્યો હતો. આ બેટ્સમેને દિલ્હી કેપિટલ્સના બોલર જગદીશ સૂચિતના બોલ પર શૉટ મારવાનો પ્રયાસ કર્યો. આ બોલનો શિખર ધવને ઊંધું ચાલીને શાનદાર કેચ કર્યો.

દિલ્હીની ટીમ 99 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ

ચેન્નઈ સામે શાનદાર કેચ પકડનાર ધવનની બેટિંગ આ વખતે ઠીકઠાક રહી. સીએસકે સામેની મેચમાં દિલ્હીના બોલર્સ અને બેટ્સમેનનું પ્રદર્શન ખરાબ જોવા મળ્યું. ચેન્નઈએ દિલ્હીને જીતવા માટે 180 રનનું લક્ષ્ય આપ્યું હતું પણ દિલ્હીની ટીમ 99 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Y5Z0gn

No comments:

Post a Comment

Pages