મોદીની સ્થિતિ મજબૂતઃ

મુંબઈ, દિલ્હીઃ ભાજપ જ્યારે લોક સભાની ચૂંટણીમાં બીજી ટર્મ માટે પણ જીતની આશા રાખીને બેઠું છે ત્યારે એ ધ્યાનમાં લેવું જોઈએ કે વડાપ્રધાન મોદીની ભાજપ પાસે વિપુલ માત્રામાં કેશ છે, જેને કારણે તે વિરોધ પક્ષ કોંગ્રેસ સામે ફાવી ગયા છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી પ્રચારના ફાયનાન્સની પ્રક્રિયા પારદર્શક ન હોવાથી સંપૂર્ણ ચિત્ર કળવું તો મુશ્કેલ છે. પરંતુ રોઈટર્સે જેટલા ભાજપના સમર્થકો, વિપક્ષના રાજકારણીઓ, બિઝનેસમેન કે એક્ટિવિસ્ટોના ઈન્ટરવ્યુ કર્યા તેમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે મોદી પાસે અગાઉ કોઈની પાસે નહતી તેવી પૈસાની તાકાત છે. તેનું કારણ છે બિઝનેસ સેક્ટર તરફથી મળતો સંકેત અને તે ફરી જીતશે તેવી આશા.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
ભાજપે પાણીની જેમ પૈસા રેડ્યાઃ

આખા દેશમાં વોટિંગની ટકાવારી વધી છે. ભાજપે સોશિયલ મીડિયા પર જાહેરાત કરવા માટે અને મોદી તથા અન્ય નેતાઓના આખા દેશમાં પ્રચાર માટેની ઊડાઊડ માટે તગડી રકમ ખર્ચી નાંખી છે. શાસક પક્ષે ફેસબુક અને ગૂગલમાં જાહેરાતો પાછળ પાણીની જેમ પૈસા વહાવ્યા છે. ફેબ્રુઆરીથી ગણતરી માંડીએ તો ભાજપ કોંગ્રેસ કરતા છ ગણી વધુ રકમ ખર્ચી ચૂક્યો છે. મોદીની માર્કેટિંગ સાઈટ્સ અને મર્ચન્ડાઈઝ પણ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે. પૈસાને કારણે ભાજપ ખૂબ જ મજબૂત સ્થિતિમાં મૂકાઈ ગયો છે. વળી તેને કારણે નેતાઓને રેલીમાં કેવી રીતે પહોંચાડવા જેવા લોજિસ્ટિકના પ્રશ્નો વિષે પણ તેણે ખાસ વિચાર કરવો નથી પડતો. કોંગ્રેસના એક અધિકારીએ જણાવ્યું, “ભાજપ પાસે મોટી સંખ્યામાં હેલિકોપ્ટર 90 દિવસ સુધી હાયર કરવાના પૈસા છે. જેને કારણે વિરોધપક્ષને હેલિકોપ્ટર મેળવવામાં તકલીફ પડે છે.” કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, “અમે ક્યારેય ચૂંટણીમાં આટલી અસમાનતા નથી જોઈ. આર્થિક રીતે અમે ભાજપને પ્રતિસ્પર્ધા આપી શકીએ એમ જ નથી.” કોંગ્રેસના અંદાજ મુજબ ભાજપ આ ચૂંટણીમાં તેમના કરતા દસગણો વધુ ખર્ચ કરશે. કોંગ્રેસના અન્ય એક સૂત્રએ પણ ભાજપ અને અન્ય પક્ષ વચ્ચે આર્થિક અસમાનતાની વાતને પુષ્ટિ આપી હતી.
મોદીની લોકપ્રિયતા જવાબદારઃ

ભાજપના બે અધિકારીઓએ તેમના ખર્ચ અંગે ખુલાસો કરવાનો ઈનકાર કરી દીધો હતો. એક અધિકારીએ કહ્યું, “ભાજપ પાસે સારુ ભંડોળ છે.” કોંગ્રેસને ઓછુ ફંડ મળ્યું છે કારણ કે રાજકીય નિષ્ણાંતોના મતે લોકો માને છે કે કોંગ્રેસ સત્તા પર નહિ આવી શકે. વિપક્ષને મોદી સામે એક ગઠબંધન કરી શક્યું નથી. આ ઉપરાંત તેમણે નોકરીના અભાવ અને ઓછી આવક જેવા મુદ્દા સામે ભાજપ પ્રત્યે લોકોના અસંતોષનો પૂરો ફાયદો ઉઠાવવાની તક પણ ગુમાવી દીધી છે. મોદી અત્યારે ભારતના સૌથી લોકપ્રિય રાજકારણી છે, રાહુલ ગાંધી આ રેસમાં ક્યાંય પાછળ છે.
અધધ ખર્ચઃ

દેશની 130 કરોડની વસ્તીને જોતા પૈસા ભારતની ચૂંટણીમાં મોટો ભાગ ભજવે છે. ચૂંટણીની પ્રક્રિયા 39 દિવસ લાંબી છે અને દરેક વિસ્તારમાં ભાષા, જાતિની દૃષ્ટિએ જુદા જુદા લોકો છે. વળી મતદાતાઓને મફત અપાતી ચીજો પાછળ ઘણો ખર્ચ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર માર્ચ 26થી અત્યાર સુધીમાં તે $456 મિલિયનનો સામાન અને રોકડ જપ્ત કરી ચૂક્યા છે. કાર્નેગી એન્ડાઉમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસ સાઉથ એશિયા પ્રોગ્રામના ડિરેક્ટર મિલન વૈષ્ણવ જણાવે છે, “પૈસાની મજબૂતને કારણે ભાજપને વિશેષ ફાયદો થઈ રહ્યો છે. તે મતદાતાઓને આકર્ષવા માટે તો મદદરૂપ છે જ પણ સાથે સાથે તે પાર્ટીના કાર્યકર્તા અને વગદારોના નેટવર્કને પણ સ્મૂધ રીતે ચાલવામાં મદદ કરે છે.” આમ તો એક ઉમેદવાર 70 લાખથી વધુનો ખર્ચ ન કરે પરંતુ ઘણા ઉમેદવારો આ મર્યાદા કરતા અનેક ગણો વધુ ખર્ચ કરે છે અને રાજકીય પક્ષો છૂટા હાથે પૈસા ખર્ચે છે. નવી દિલ્હીના સેન્ટર ફોર મિડીયા સ્ટડીઝ (CMS)ના અંદાજ મુજબ આ વખતે ચૂંટણી પાછળ $8.6 બિલિયન ખર્ચાશે જે 2014ની ચૂંટણી કરતા બમણા છે. ઓન સિક્રેટ્સના રિપોર્ટ મુજબ અમેરિકાની યુ.એસ પ્રમુખપદની ચૂંટણી પાછળ $6.5 બિલિયનનો ખર્ચ થયો હતો.
ઈલેક્ટોરલ બોન્ડ્સને કારણે ભાજપ ફાવ્યુંઃ

મોદીના શાસનમાં થયેલા સુધારાને કારણે પક્ષને પૈસા છૂટથી વાપરવા માળ્યા છે. કંપનીઓ હવે નામ આપ્યા વિના ઈલેક્ટોરલ બોન્ડ્સ મારફતે પાર્ટીને ફંડ કરી શકે છે અને તેમની ડોનેશનની કોઈ મર્યાદા નિશ્ચિત કરાઈ નથી. એક્ટિવટ્સના જણાવ્યા મુજબ આ કારણે કંપનીઓને ઘણી છૂટ મળી જાય છે અને રાજકારણીઓ અને બિઝનેસમેન વચ્ચે પણ વિચિત્ર પ્રકારના સંબંધો બંધાય છે. ગયા વર્ષે કુલ ઈલેક્ટોરલ બોન્ડમાંથી 95 ટકા ભાજપ પાસે ગયા હતા. ભાજપના ફંડ અંગે કરાયેલી આરટીઆઈના અભ્યાસથી આ વાત જાણવા મળી હતી. આનો ભાજપને ફાયદો થશે કે નહિ તેના જવાબમાં પાર્ટીના પ્રવક્તા અનિલ બાલુનીએ જણાવ્યું, “ફાયદો મળે તેમાં કંઈ ખોટું નથી. કદાચ ભાજપ મોટાભાગના ડોનેશન ચેક કે બોન્ડથી જ લે છે. અમે આખા દેશમાં સૌથી મોટી પાર્ટી છીએ.” તેમણે કહ્યું તેમની પાસે ફંડ કે તેના ઉપયોગ અંગે માહિતી નથી. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું, “અત્યાર સુધીની સૌથી વધુ અસમાનતા ભરેલી ચૂંટણી છે આ.”
બિઝનેસમેન ભાજપને ટેકો આપશે કે કોંગ્રેસને?

2014માં મોદી ચૂંટાયા ત્યારે તે બિઝનેસ કોમ્યુનિટીના લાડીલા હતા. પરંતુ 2016માં નોટબંધીના નિર્ણય બાદ તેમની લોકપ્રિયતા થોડી ઘટી. પરંતુ કેટલાંક બિઝનેસ અસ્થિર ગઠબંધનના બદલે મોદી આવે તેવું ઈચ્છે છે. અગ્રણી બિઝનેસમેન સુનિલ અલઘ કહે છે, “મોદીએ બિઝનેસ આસાન બનાવી દીધો છે.” એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી અને નરેન્દ્ર મોદી બંને ગુજરાતી હોવાના નાતે તો જોડાયેલા છે જ પણ તેમણે જાહેરમાં વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે. આટલું જ નહિ, 2016માં જિયો ટેલિકોમના લોન્ચ વખતે અંબાણીએ જાહેરાતમાં મોદીનો ચહેરો ચમકાવ્યો હતો. પરંતુ ગયા મહિને અંબાણીએ કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેઓરાને મત આપ્યો હતો. વિડીયોમાં તેમણે કહ્યું, “સાઉથ મુંબઈ માટે મિલિંદ દેઓરા યોગ્ય વ્યક્તિ છે.” દેઓરાના પિતા અંબાણી પરિવારના સારા મિત્ર હતા.
ક્યાં છે પારદર્શકતા?

ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ જણાવ્યા મુજબ નાણાંમંત્રી અરૂણ જેટલીએ ગયા વર્ષે કર્યું કે કંપની નામ જાહેર કર્યા વિના 1000 રૂપિયાથી માંડીને 10 લાખ રૂપિયા સુધીની કિંમતના બોન્ડ જાહેર કરી શકે છે. અને તેને પાર્ટીના સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાના ખાતામાં જમા કરાવી શકે છે. જેટલીએ દાવો કર્યો હતો કે આ સ્કીમથી પારદર્શકતા આવશે. જો કે દિલ્હીના એક્ટિવિસ્ટ જગદીપ છોકર જણાવે છે, “જો તમને દાતા કોણ છે એ ખબર નથી, કોને પૈસા અપાયા એ ખબર નથી, તો પારદર્શકતા ક્યાં રહી? અહીં શંકાસ્પદ દાનને લીગલ કરવામાં આવી રહ્યું છે.” રોઈટર્સના રિપોર્ટર્સે જ્યારે સ્ટેટ બેન્કની દિલ્હી અને મુંબઈની શાખાઓની મુલાકાત લીધી ત્યારે પોતાની જાતને રાજકારણી કે કંપનીના પ્રતિનિધિ ગણાવતા લોકો બેન્ક એકાઉન્ટ ખોલાવવા કે બોન્ડ ખરીદવા ઊભા હતા. સ્ટેટ બેન્કના અધિકારીઓએ આ અંગે વિગતો જાહેર કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2GZv1B6
No comments:
Post a Comment