IPLમાં ખેલાડીઓનું ‘રિપોર્ટકાર્ડ’

મુંબઈઃ આઈપીએલ 12ની ટ્રોફી મુંબઈ ઈન્ડિયન્સે જીતી લીધી છે. સોમવારે સાંજે ટીમના માલિક મુંકેશ અંબાણીની બિલ્ડિંગ એન્ટીલિયાથી ટીમનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. રોકેર્ડ ચોથી વખત ચેમ્પિયન બનેલી ટીમના તમામ ખેલાડીઓમાં જોશ અને ખુશી જોવા મળતી હતી. આ ઉજવણી વચ્ચે આઈપીએલ 12ના કેટલાક એવા ખેલાડીઓ કે જે પોતાની કિંમત મુજબ પરફોર્મન્સ આપી શક્યા નથી તેની પણ ચર્ચા થવી જ રહી. ટીમના માલિકોએ વિશ્વાસ મૂકી મોટી કિંમતે ખરીદ્યા પરંતુ ટીમને તે ખેલાડી તરફથી તેવું પરફોર્મન્સ મળ્યું નથી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સારું પરફોર્મન્સ કરનારા મોંઘા ખેલાડી
જૉની બેયરસ્ટો

ડેવિડ વોર્નર સાથે ધમાકેદાર ઓપનિંગ જોડી બનાવી.
ટીમઃ હૈદરાબાદ
ખેલાડીની કિંમતઃ 2.2 કરોડ રૂપિયા
પ્રદર્શનઃ 10 મેચમાં 445 રન, 1 સેન્ચુરી અને 1 હાફ સેન્ચુરી
એક રનની કિંમતઃ 49,438
સેમ કરણ

ઈંગ્લેન્ડના આ ફાસ્ટ બોલરે આઈપીએલ 12માં એક માત્ર હેટ્રિક દિલ્હી સામે લીધી અને એક હાફ સેન્ચુરી બનાવી.
ટીમઃ પંજાબ
ખેલાડીની કિંમતઃ 7.2 કરોડ રૂપિયા
પ્રદર્શનઃ 9 મેચમાં 95 રન અને 10 વિકેટ
એક રનની કિંમતઃ 7.58 લાખ રૂપિયા
એક વિકેટની કિંમતઃ 72 લાખ રૂપિયા
ફ્લોપ રહેલા મોંઘા ખેલાડી –
જયદેવ ઉનાડકટ

સૌરાષ્ટ્રના આ ફાસ્ટ બોલરને બેટ્સમેને સારી ધોલાઈ કરી. દરેક ઓવરમાં 10થી વધુ રન બનાવ્યા છે.
ટીમઃ રાજસ્થાન
ખેલાડીની કિંમતઃ 8.4 કરોડ રૂપિયા
પ્રદર્શનઃ 11 મેચમાં 10 વિકેટ
એક વિકેટની કિંમતઃ 84 લાખ રૂપિયા
વરુણ ચક્રવર્તી

બોલિંગમાં વિવિધતાને કારણે બેઝ પ્રાઈઝ કરતા 42 ગણી કિંમતે વેચાયો હતો આ સ્પિનર. ખભાની ઈજાને કારણે એક જ મેચ રમી શક્યો.
ટીમઃ પંજાબ
ખેલાડીની કિંમતઃ 8.4 કરોડ રૂપિયા
પ્રદર્શનઃ 1 મેચમાં 1 વિકેટ
એક રનની કિંમતઃ 8.4 કરોડ રૂપિયા
શિવમ દુબે

ગત વર્ષે મુંબઈ ટી20 લીગમાં એક ઓવરમાં પાંચ સિક્સ મારીને મારનારો શિવમ દુબે આઈપીએલમાં કંઈ ખાસ દમ ન દેખાડી શક્યો.
ટીમઃ બેંગલોર
ખેલાડીની કિંમતઃ 5 કરોડ રૂપિયા
પ્રદર્શનઃ 4 મેચમાં 40 રન અને કોઈ વિકેટ નહીં
એક રનની કિંમતઃ 12.50 લાખ રૂપિયા
આ છે પૈસા વસૂલ ખેલાડી
રિયાન પરાગ
17 વર્ષીય આ ઓલરાઉન્ડર આઈપીએલમાં 50 બનાવનારો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
ટીમઃ રાજસ્થાન
ખેલાડીની કિંમતઃ 20 લાખ રૂપિયા
પ્રદર્શનઃ 7 મેચમાં 160 રન અને 2 વિકેટ
એક રનની કિંમતઃ 125500 રૂપિયા
એક વિકેટની કિમતઃ 10 લાખ રૂપિયા
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2Vny6P5
No comments:
Post a Comment