ધોની-રોહિતની ટીમ વચ્ચે ખિતાબી જંગ

રવિવાર એટલે કે, 12 મેના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ચેમ્પિયન બનવા માટે IPL12ની ફાઈનલમાં ટક્કર થશે. બંને ટીમો ત્રણ-ત્રણ વખત આ ટાઈટલ જીતી ચૂકી છે અને ચોથી વખત ચેમ્પિયન બનવા તે બંને આતુર હશે. ટીમ ભલે ગમે તે જીતે પણ ચેમ્પિયન પર કરોડો રૂપિયાનો વરસાદ થશે તે નક્કી છે.
જીતનારી ટીમનો 20, હારનારી ટીમને 12 કરોડ

IPLમાં ચેમ્પિયન ટીમને 20 કરોડ રૂપિયાની તોતિંગ પ્રાઈઝ મની મળશે. બીજી તરફ રનર્સ અપ ટીમને 12 કરોડ રૂપિયા ઈનામ સ્વરૂપે મળશે. આ ઉપરાંત ત્રીજા સ્થાને રહેલી દિલ્હી કેપિટલ્સને 10 અને ચોથા સ્થાને રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદને સાડા આઠ કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે.
આ ખેલાડીઓ પણ થશે માલામાલ

આ ઉપરાંત પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ લેનાર બોલર) અને ઓરેન્જ કેપ (સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન)ને 10-10 લાખ, મોસ્ટ વેલ્યૂએબલ અને IPL ઈમર્જિંગ પ્લેયર ઑફ ધ યરને પણ 10-10 લાખ રૂપિયા મળશે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/30asj2Z
No comments:
Post a Comment