ઓરેન્જ કેપના દાવેદાર

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર આઈપીએલ 2019ની સફર ભલે પૂરી થઈ ગઈ છે પરંતુ શરૂઆતની મેચમાં સારું પ્રદર્શન કરવાને કારણે ઓરેન્જ કેપનો પ્રબળ દાવેદાર છે. વોર્નરે સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી 12 મેચમાં 1 સેન્ચુરી અને 8 હાફ સેન્ચુરીની મદદથી 629 રન બનાવ્યા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
કેએલ રાહુલ બીજા નંબરે

વોર્નર ઉપરાંત કિંગ્સ ઈલેવન પંજામની ટીમમાંથી કેએલ રાહુલ (14 મેચ, 593 રન, 1 સેન્ચુરી અને 6 હાફ સેન્ચુરી) અને કોલકાત્તા નાઈટ રાઈડર તરફથી આંદ્રે રસેલ (14 મેચ, 510 રન, 4 હાફ સેન્ચુરી)હાલની સીઝનમાં 500થી વધુ રન બનાવી ચૂક્યો છે. જોકે આ બંને ખેલાડીઓની ટીમ પ્લે-ઓફમાંથી બહાર નીકળી ગઈ છે.
ક્વિંટન ડિ કૉક અને ધવન પાસે છે તક

મુંબઈના ક્વિંટન ડિકોકે 14 મેચમાં 492 રન બનાવ્યા છે અને તેમને હજુ 3 મેચ રમવા મળશે, જેમાં તે 200થી વધુ રન બનાવે તો ઓરેન્જ કેપનો દાવેદર બની શકે છે. આ જ સ્થિતિ દિલ્હી કેપિટલ્સના શિખર ધવનની છે જે 486 રન કરી ચૂક્યો છે.
પંત અને ઐયર પાસે પણ છે તક

દિલ્હીના કેપ્ટન શ્રૈયસ અય્યર (446 રન) અને ઋષભ પંત (401) બાકી દરેક મેચમાં મોટી ઈનિંગ રમે તો ઓરેન્જ કેપ મેળવી શકે છે. બીજી તરફ પંજાબના ક્રિસ ગેલ 13 મેચમાં 490 રન બનાવ્યા છે પરંતુ હવે તેમની ટીમ પણ બહાર થઈ ગઈ છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2DW4W3L
No comments:
Post a Comment