IPLમાં વિચિત્ર રીતે આઉટ થયો બેટ્સમેન

આઈપીએલની 12મી સિઝનના એલિમિનેટર મુકાબલામાં દિલ્હીએ હૈદરાબાદને હરાવીને ટૂર્નામેન્ટથી બહારનો રસ્તો બતાવ્યો. આ મેચમાં એક ખાસ ઘટના જોવા મળી. મેચની બીજી ઈનિંગમાં છેલ્લી ઓવરમાં દિલ્હીના ખેલાડી અમિત મિશ્રા વિચિત્ર રીતે આઉટ થયો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સ્ટમ્પ પર થ્રો ન વાગ્યો છતાં આઉટ
Last over drama: Amit Mishra obstructs field https://t.co/eKBGuMddtp via @ipl
— Yogesh Gajjar (@imyogesh_07) May 9, 2019
હૈદરાબાદે આપેલા 163 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમને જીત માટે છેલ્લી ઓવરમાં 3 બોલમાં 2 રનની જરૂર હતી. બોલર ખલીલ અહેમદે બોલ ફેંક્યો જેના પર અમિત મિશ્રાએ શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ અને બેટનો સંપર્ક ન થઈ શક્યો. બોલ વિકેટકીપર રિદ્ધિમાન સાહાના હાથમાં આવે અને તે થ્રો કરે તે પહેલા અમિત મિશ્રા રન દોડવા ભાગ્યો. સાહાએ રન આઉટ માટે બોલ થ્રો કર્યો જે સ્ટમ્પ પર વાગવાનો હતો પરંતુ વચ્ચે અમિત મિશ્રા આવી ગયો.
IPLમાં બીજી વખત બની આવી ઘટના

જોકે હવે સવાલ ઉઠે છે કે જ્યારે થ્રો સ્ટમ્પ પર વાગ્યો જ નથી તો મિશ્રાને આઉટ કેમ અપાયો. હકીકતમાં મિશ્રા વિકેટની વચ્ચે દોડી રહ્યો હતો, જે ક્રિકેટના નિયમોની વિરુદ્ધ છે. આ માટે તેને (ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ) આઉટ આપી દેવામાં આવ્યો. અમિત મિશ્રા IPLમાં આ રીતે આઉટ થનારો બીજો ખેલાડી છે, પહેલા 2013માં યુસુફ પઠાણને પણ આ રીતે આઉટ આપવામાં આવ્યો હતો.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2WrNg7n
No comments:
Post a Comment