MET Galaમાં નિક-પ્રિયંકા

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ આ વર્ષે પણ મેટ ગાલામાં ભાગ લીધો. આ વખતે પ્રિયંકાનો અંદાજ જોઈને લોકો ચોંકી ગયા. પ્રિયંકા સ્ટનિંગ લૂકમાં પિંક કાર્પેટ પર વૉક કરતી જોવા મળી. ત્રીજી વખત પ્રિયંકાએ મેટ ગાલામાં ભાગ લીધો અને દરેક વખતે તેનો લૂક ચર્ચામાં રહ્યો. મેટ ગાલા 2019માં પ્રિયંકા સોફ્ટ પેસ્ટલ ગાઉનમાં જોવા મળી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રિયંકાનો આવો લૂક પહેલીવાર જોયો

થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં તેણે શિમરી ટાઈટ્સ પહેર્યા હતા. તેના ગાઉનમાં પિંક અને પીળા રંગના ફેધર (પીંછા) હતા. ગાઉન સિવાય પીસીની હેરસ્ટાઈલ અને ક્રાઉન પણ જોવા જેવો હતો. પ્રિયંકાએ આઈમેકઅપ અને લિપસ્ટિકમાં પિંક રંગ પર પસંદગી ઉતારી જ્યારે આઈબ્રો સફેદ રંગની કરી હતી.
લોકોએ કહ્યું-‘બિહામણી લાગે છે’

પ્રિયંકાનો આ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યાં કેટલાક ફેન્સને પીસીનો આ લૂક પસંદ આવ્યો છે જ્યારે અમુક લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. કેટલાંક લોકોનું કહેવું છે કે પ્રિયંકા આ લૂકમાં ખૂબ બિહામણી લાગી રહી છે તો કેટલાંકને કહ્યું કે, એક્ટ્રેસને આ લૂક જરાય સારો નથી લાગતો.
હોસ્ટ બની પહોંચ્યા નિક-પ્રિયંકા

Met Gala 2019માં પ્રિયંકા પતિ નિક જોનસ સાથે પહોંચી હતી. નિક ઈવેન્ટમાં વ્હાઈટ સૂટમાં જોવા મળ્યો. સાથે જ તેણે સિલ્વર રંગના શિમરી શૂઝ પહેર્યા હતા. આ વખતે મેટ ગાલામાં નિક-પ્રિયંકા ગેસ્ટ બનીને નહીં હોસ્ટ બની પહોંચ્યા હતા.
2017માં નિક-પ્રિયંકા અહીં સાથે દેખાયા હતા

2017માં પ્રિયંકા અને નિકની દોસ્તીની શરૂઆત મેટ ગાલાથી થઈ હતી. ત્યારથી જ તેમના રિલેશનશીપની અટકળોએ જોર પકડ્યું હતું. નિકે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 2017માં મેટ ગાલામાં પ્રિયંકાને જોતાં જ તેને સ્પેશિયલ ફીલ થયું હતું.
મેટ ગાલામાં નિક-પ્રિયંકા

પિંક કાર્પેટ પર નિક-પ્રિયંકા

દેસી ગર્લનો અનોખો અંદાજ

નિક-પ્રિયંકાની કેમેસ્ટ્રી જોવા મળી

પ્રિયંકા ચોપરા જોનસ

from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2J5vjZo
No comments:
Post a Comment