IPL ચેમ્પિયન બન્યું મુંબઈ ઈન્ડિયન્સ

રવિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારે રસાકસી ભરેલી મેચમાં ચેન્નૈ સુપર કિંગ્સ સામે 1 રનથી જીત મેળવીને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ચોથી વખત IPLનું ટાઈટલ જીતી લીધું. આ મેચ ધોનીના રન આઉટથી લઈને વાઈડ બોલ ન મળવા સુધી પોલાર્ડના રિએક્શન સુધીની ઘણી બાબતોના લીધે લાંબા સમય સુધી દર્શકોને યાદ રહી જશે.
નીતા અંબાણીનો સિક્રેટ મંત્ર
Hello Nita Ambani can you please accompany India on the world cup tour!!!
Just to do that!!
#IPLFinal pic.twitter.com/yDmWU3FdRW— shilpi tewari (@shilpitewari) 12 May 2019
આ દરમિયાન મેચમાં ટીમની માલિક નીતા અંબાણી દરેક વખતે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બાદ લોકોએ પૂછવાનું પણ શરૂ કરી દીધું હતું કે નીતા અંબાણી કયો મંત્ર વાંચે છે જેના કારણે ટીમ જીતી જાય છે.
નીતા અંબાણીના ગુરુએ કર્યો ખુલાસો

હવે મુંબઈ ટીમના પારિવારિક ગુરુ પંડિત ચંદ્રશેખર શર્માએ મંત્રને લઈને ટીમના પૂજા-પાઠ કરવા અંગેની બધી વાતોનો ખુલાસો કર્યો છે. પંડિત ચંદ્રશેખર શર્માએ એક અંગ્રેજી વેબસાઈટને જણાવ્યું કે દરેક મેચ પહેલા મુંબઈની ટીમ ચંડી પાઠ કરતી હતી. તેમણે જણાવ્યું કે ફાઈનલ મેચના દિવસે પૂરી મેચ દરમિયાન મલિંગાના છેલ્લા બોલ ફેંકવા સુધી આ પૂજા કરવામાં આવી. ચંડી પાઠ નસીબ બદલવા માટે કરવામાં આવે છે, જે તમને તાકાત અને કંઈક સારૂ કરવાની શક્તિ આપે છે.
‘મનથી ઈચ્છો તે મળે જ છે’

જ્યારે પંડિત ચંદ્રશેખર શર્માને નીતા અંબાણી જે પ્રાર્થના અને મંત્રોચ્ચાર કરે છે તેના વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ એક સિક્રેટ છે, જેને કહી શકાય નહીં. તેમણે કહ્યું કે જ્યારે તમે કંઈ પૂરા મનથી ઈચ્છો છો ત્યારે તમને તે જરૂર મળે છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/30mgjeV
No comments:
Post a Comment