Latest

Friday, May 17, 2019

કોંગ્રેસ-NCP નેતાએ કંઈક આ અંદાજમાં ઉજવી બર્થ ડે, કેક પર લખ્યું- ‘દેશનો ચોકીદાર જ ચોર છે’

લોકસભા ઉમેદવારે આ રીતે મનાવ્યો જન્મદિવસ

મહારાષ્ટ્રના ઠાણેના કોંગ્રેસ-NCPના લોકસભા ઉમેદવાર આનંદ પરાંજપેએ પોતાનો જન્મદિવસ અનોખા અંદાજમાં મનાવ્યો. તેમણે પોતાના જન્મદિવસ પર ખાસ પ્રકારની કેક તૈયાર કરાવી જેના પર લખાવ્યું કે, ‘દેશનો ચોકીદાર જ ચોર છે.’ જણાવી દઈએ કે, વિરોધ પક્ષ સતત પીએમ નરેંદ્ર મોદી અને ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતો રહે છે. જ્યારથી ભાજપના તમામ નેતાઓએ નામની આગળ ચોકીદાર લગાવ્યું છે ત્યારથી સતત વિપક્ષ તેમને ઘેરી રહ્યું છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

રાહુલ ગાંધીએ આપ્યો ‘ચોકીદાર ચોર હૈ’નો નારો

હવે વિપક્ષે આ નારાને અલગ જ રીતે રજૂ કર્યો છે. આ કેકની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCP મળીને લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. ઠાણે લોકસભા બેઠકના ઉમેદવાર આનંદ પરાંજપે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર લડાકુ વિમાન રફાલની ડીલને લઈને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે.

રાહુલે પીએમ પર લગાવ્યા છે ભ્રષ્ટાચારના આરોપ

પોતાને દેશના ચોકીદાર ગણાવતા પીએમ મોદી પર છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ‘ચોકીદાર ચોર હૈ’ કહીને ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યા છે. અને તેઓ ચૂંટણી પ્રચારમાં જ્યાં પણ જાય છે ત્યાં જનતા પાસે પણ ‘ચોકીદાર ચોર હૈ’નો સૂત્રોચ્ચાર કરાવે છે. ઉલ્લેખનીય છે કે, મહરાષ્ટ્રમાં જનસંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટી, લોકપ્રિય અને ચર્ચિત બેઠક ઠાણે પર બે ડઝનથી વધુ ઉમેદવારો છે. કોંગ્રેસ અને એનસીપી તરફથી આનંદ પરાંજપે ચૂંટણી લડી રહ્યા છે. તો બીજેપી અને શિવસેના તરફથી હાલના સાંસદ રાજન વિચારે ચૂંટણી જંગમાં ઉતર્યા છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2EeHqiG

No comments:

Post a Comment

Pages