Latest

Thursday, May 2, 2019

OnePlusના આ સ્માર્ટફોનની કિંમતમાં થયો 9 હજારનો ઘટાડો, આ રીતે મેળવો ઓફરનો લાભ

આવી ગયો છે સમર સેલ

નવી દિલ્હીઃ જો તમે વનપ્લસનો ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 6T ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે સારી તક છે. ઈ-કોમર્સ કંપની એમેઝોન પર સમર સેલમાં OnePlus 6T પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અમેઝોને ખુલાસો કર્યો છે કે સમર સેલમાં OnePlus 6T પર 9000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સમર સેલ 4-7 મે સુધી છે જેમાં એમેઝોનના પ્રાઈમ મેમ્બર 3 મેથી જ ભાગ લઈ શકશે. એમેઝોનના સમર સેલમાં અન્ય બીજા સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

32,999 રૂપિયામાં OnePlus 6T

એમેઝોન પર OnePlus 6Tનું 6BG રેમ અને 128GB સ્ટોરેજવાળું વેરિયન્ટ 9000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 32,999 રૂપિયામાં મળશે. હાલમાં આ વેરિયન્ટની કિંમત 41,999 રૂપિયા છે. OnePlus 6Tની આ અત્યાર સુધીની સૌછી ઓછી કિંમત છે. આ ઉપરાંત SBI ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર ગ્રાહકોને 10 ટકા ઈન્સ્ટંટ ડિસ્કાઉન્ટ પણ મળશે.

અન્ય બે વેરિયન્ટ પણ ઉપલબ્ધ

8 GB રેમ અને 128 GB સ્ટોરેજનું વેરિયન્ટ આ ઉપરાંત 6GB+128GB અને 8GB+256GBના અન્ય બે વેરિયન્ટ પણ ઉપલબ્ધ છે. આ મોડલ્સ પર ડીલ પ્રાઈઝનો ખુલાસો કરવામાં આવ્યો નથી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Vfpzmp

No comments:

Post a Comment

Pages