Latest

Sunday, May 12, 2019

શું નરેન્દ્ર મોદી ફરી PM બનશે દેશ તો છોડી દેશે આ ફેમસ એક્ટ્રેસ?

‘ફેક ન્યૂઝ બ્રિગેડ’ પર ગુસ્સે થયા શબાના આઝમી

એક્ટ્રેસ શબાના આઝમીએ પોતાના વિશે જૂઠા સમાચાર ફેલાવવા ‘ફેક ન્યૂઝ બ્રિગેડ’ની આલોચના કરી. તેમણે શનિવારે કહ્યું કે, નરેન્દ્ર મોદીના ફરીવાર વડાપ્રધાન બનવા પર તેમના દેશ છોડી દેવાના સમાચાર ખોટા છે.

‘હું અહીં જ જન્મી છું અને મરીશ’

શબાનાએ ટ્વીટર પર લખ્યું કે, ‘આ પૂરી રીતે કપોળકલ્પિત છે. મેં ક્યારેય એવું નથી અને દેશ છોડવાનો મારો કોઈ ઈરાદો નથી. આ જ જગ્યાએ મારો જન્મ થયો છે અને અહીં જ મારું મૃત્યુ થશે.’

‘અસલ મુદ્દે વાત ન કરી શકનારા તૂત ચલાવે છે’

એક્ટ્રેસે એક પછી એક ટ્વીટ કરી કહ્યું, ‘ફેક ન્યૂઝ બ્રિગેડની હાલત ખૂબ જ દયનીય છે અને તેઓ મુદ્દાઓ વિશે વાત નથી કરી શકતા એટલે વારંવાર જૂઠ ફેલાવે છે જેથી લોકો તેને સાચું માની લે.’

‘વિરોધીઓ સાથે શત્રુઓ જેવો વ્યવહાર ન કરવો’

આઝમીએ કહ્યું કે, તેમના પિતા કૈફી આઝમીએ તેમને શીખવ્યું હતું કે, પોતાના વિરોધીઓ સાથે ક્યારેય દુશ્મનો જેવો વ્યવહાર ન કરે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2E4XTWs

No comments:

Post a Comment

Pages