ફેમસ સેલેબ્રિટી કિડ છે તૈમુર

તૈમુર અલી ખાન ફેમસ સેલિબ્રિટી કિડ છે. જ્યારે તે ઘરની બહાર નીકળે છે ત્યારે ઈન્ટરનેટ પર છવાઈ જાય છે. તૈમુર આમ તો શાંત લાગે છે પરંતુ એક વાતચીત દરમિયાન તેના પાપા સૈફ અલી ખાને લાડમાં જણાવ્યું હતું કે તૈમુર કોઈ ગુંડાથી ઓછો નથી. તેણે કહ્યું હતું કે તેને ડર છે કે તૈમુર ક્યાંક કઝિન ઈનાયા ખેમૂના વાળ ન ખેંચી લે. નોંધનીય છે કે ઈનાયા સૈફની બહેન સોહા અલી ખાનની દીકરી છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ઉલટો પડ્યો મામલો

જોકે, અહીં મામલો સાવ ઉલટો પડી ગયો હતો. તૈમૂરની ફોઈ સોહા અલી ખાનનું કહેવું છે કે તૈમુર ઈનાયા માટે ખૂબ જ કાળજી રાખે છે. જ્યારે તેને ઈનાયા અને તૈમુરના બોન્ડિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સોહાએ જણાવ્યું કે હાલ બન્ને ખૂબ જ નાના અને માસૂમ છે. ક્યારેક તેઓ એકબીજા સાથે રમે છે તો ક્યારેક એકબીજા સામે જરાપણ ધ્યાન નથી આપતાં.
શું કહ્યું હતું સોહા અલી ખાને?

સોહા અલી ખાને એક ઘટનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે એકવાર ઈનાયાએ તૈમુરના ત્રણ વાર વાળ ખેંચ્યા પરંતુ તૈમુરે કશું જ કહ્યું નહોતું. સોહાએ જણાવ્યું હતું કે તેને ખબર છે કે આપણે બધા એક જ પરિવારના છે તો એ સહન કરી લે છે. બન્ને એકબીજા પાસેથી ઘણું શીખી રહ્યાં છે.
પાપારાઝીની ફેવરિટ છે ઈનાયા

સોહા અલી ખાને આ વાતો એક મીડિયા ઈવેન્ટ દરમિયાન જણાવી હતી. નોંધનીય છે કે ઈનાયા પણ તૈમૂરની જેમ ખૂબ જ ક્યૂટ છે. તૈમૂરની જેમ તે પણ પાપારાઝીની ફેવરિટ છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2WD1T83
No comments:
Post a Comment