અનુપમ ખેર પત્ની માટે કરી રહ્યા છે પ્રચાર

અનુપમ ખેર હાલ ચંડીગઢમાં તેમની પત્ની અને BJPના ઉમેદવાર કિરણ ખેર માટે પ્રચાર કરી રહ્યા છે. એવામાં જ્યારે અનુપમ ખેર એક દુકાનદાર પાસે પોતાનું ટોળું લઈને પહોંચ્યા તો તે દુકાનદારે અનુપમ ખેર સામે BJPનો મેનિફેસ્ટો રાખ્યો અને પૂછ્યું કે આખરે છેલ્લા પાંચ વર્ષમાં કયા કયા વાયદા પુરા કર્યા છે? એવામાં અનુપમ ખેર કોઈ જવાબ આપી શક્યા નહીં અને ત્યાંથી નીકળી ગયા હતા.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સોશિયલ મીડિયામાં વિડીયો વાઈરલ
MUST WATCH: Embarrassing moment for @AnupamPKher while carrying out a door to door campaign for his wife in Chandigarh. A shopkeeper shows him BJP's 2014 manifesto and asks him how many promises did BJP fulfil in the past 5 yrs. Kher walks out of the shop with NO ANSWER!!
pic.twitter.com/x8cZodpnAL
— Prashant Kumar (@scribe_prashant) May 8, 2019
આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેના પર યૂઝર્સની અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. કેટલાકે કહ્યું કે કિરણ ખેર આ વિસ્તારના સૌથી બેકાર એમપી છે.તો કેટલાક આ વિડીયો પર મજાક ઉડાવી રહ્યા છે.
2014થી સક્રિયા રાજકારણમાં કિરણ ખેર
ઉલ્લેખનીય છે કે કિરણ ખેર એક્ટ્રેસ અને બીજેપીના સાંસદ છે. હાલમાં ચંડીગઢ સંસદીય ક્ષેત્રના સાંસદ કિરણ ખેર છે. અનુપમ ખેરની પત્ની બોલિવૂડમાં અનેક ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જાદુ દેખાડી ચૂકી છે. વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં ભાગ લેતા કિરણે સક્રિય રાજનીતિમાં એન્ટ્રી કરી.
from Page Array – I Am Gujarat http://bit.ly/2JapVUz

No comments:
Post a Comment