Latest

Friday, May 17, 2019

Video: સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટાયું, રાજુલામાં કરા સાથે વરસાદ

અમરેલીઃ સૌરાષ્ટ્રના અનેક પંથકમાં શુક્રવારે બપોર પછી અચાનક જ વાતાવારણમાં પલટો આવ્યો જોવા મળ્યો. આ સાથે કેટલાક ગામોમાં કરા સાથે ધોધમાર વરસાદી ઝાપટાં જોવા મળ્યાં. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન થવાનો અંદાજો ખેડૂતો લગાવી રહ્યા છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

અમરેલી અને ભાવનગર જિલ્લાના રાજુલા પંથકમાં વરસાદની સાથે કરા પડ્યાં જ્યારે ખાંભા, સાવરકુંડલા, મહુવા, વીજપડી, ભમ્મર, ધાડલા અને ચીખલીમાં થોડા સમય માટે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન વેઠવાની સ્થિતિ આવી છે.

હજુ સુધી કેરીનો પાક માર્કેટમાં ઉતર્યો નથી તે પહેલા આ વરસાદને કારણે કેરીના પાકમાં ઘટાડો થવાની શક્યતા છે. આ સાથે ઓછો પાક થવાને કારણે કરીની કિંમતો વધી શકે છે.

જુઓ Video:



from Page Array – I Am Gujarat http://bit.ly/2Q5D0PI

No comments:

Post a Comment

Pages