નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શનિવારે હેંડિગ્લેના મેદાન પર રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાને અંતિમ ઓવરમાં જીત મેળવી. જેવી પાકિસ્તાને મેચ જીતી બંને ટીમોના ફેન્સ સ્ટેડિયમમાં જ લડવા લાગ્યા. મેદાન અને સ્ટેડિયમ બહાર કંઈક એવું બન્યું જેનાથી સૌ કોઈ હેરાન રહી ગયા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે આઈસીસીએ યોર્કશાયર પોલીસની મદદ લેવી પડી. આ ઘટનાના કેટલાક વીડિયો હવે સામે આવી રહ્યા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
કહેવાય રહ્યું છે કે મેચ જીત્યા બાદ કેટલાક અફઘાની સમર્થકો મેચ જીતનારી પાકિસ્તાની ટીમના બેટ્સમેન સાથે મારપીટ કરતા દેખાયા. સોશિયલ મીડિયા પર એવી તસવીરો સામે આવી રહી છે જેમાં બંને ટીમોના ફેન્સ મેદાન પર દેખાઈ રહ્યા છે. એક તસવીરમાં પોલીસે અફઘાન ફેનને મેદાન પર પકડી રાખ્યો છે.

જેવી મેચમાં પાકિસ્તાને જીત મેળવી તેના ફેન્સ મેદાન તરફ ભાગવા લાગ્યા. આ જોઈને સુરક્ષાકર્મીઓ પણ એક સેકન્ડ માટે હેરાન રહી ગયા અને તેમણે ફેન્સને રોકવાનું શરૂ કરી દીધું. જ્યાં સુધી તેમને રોકવામાં આવતા ત્યાં સુધીમાં ખેલાડીઓ અને અફઘાન ફેન્સ વચ્ચે ઘક્કામુક્કી શરૂ થઈ ગઈ હતી. એક પાકિસ્તાની ફેન્સ તે ઝંડો લઈને પાકિસ્તાની બેટ્સમેન પાસે પહોંચી ગયો. જાણકારી મુજબ એક અફઘાન ખેલાડીને આ ઘટનામાં ઈજા પહોંચી છે.
These Afghani’s need to be thrown out of the UK. Disgusting behaviour with Pakistan Cricket Team fans. #CWC19 #PAKvAFG pic.twitter.com/NbbxAbZfye
— Syed Raza Mehdi (@SyedRezaMehdi) June 29, 2019
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઝઘડાની શરૂઆત મેદાન ઉપરથી બે વિમાનો ઉડવા અને તેમના દ્વારા બલૂચિસ્તાનના સમર્થનમાં બેનર્સ બતાવ્યા બાદ થઈ. તેમાં એક મેસેજમાં લખ્યું હતું, ‘પાકિસ્તાનમાં લોકોને ગાયબ થવાથી બચવામાં મદદ કરો.’ બીજામાં લખ્યું હતું, ‘બલૂચિસ્તાન માટે ન્યાય.’ આઈસીસીએ એક નિવેદન જારી કરીને કહ્યું અમે કેટલાક પ્રશંસકો વચ્ચે થયેલી મારપીટથી અવગત છીએ અને હાલમાં ત્યાં ઉપસ્થિત સુરક્ષા બળ અને સ્થાનિક પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છીએ જેથી આગળ આવી કોઈ ઘટના ન બને.
અફઘાનિસ્તાને આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટ 227 રન બનાવ્યા અને પાકિસ્તાન સામે 228 રનનો ટાર્ગેટ રાખ્યો. જવાબમાં પાકિસ્તાનની ટીમે અફઘાનિસ્તાન સામે ભારે સંઘર્ષ બાદ અંતિમ ઓવરમાં 228 રન કર્યા હતા.
from Page Array – I Am Gujarat https://ift.tt/2Ymf1iP
No comments:
Post a Comment