Latest

Thursday, August 22, 2019

દિલ્હીમાં ‘ગરવી ગુજરાત ભવન’ ₹131 કરોડના ખર્ચે તૈયાર, 2 સપ્ટેમ્બરે PM કરશે લોકાર્પણ

ગાંધીનગરઃ ન્યૂ દિલ્હીના અકબર રોડ પર સ્થિત ‘ગરવી ગુજરાત ભવન’ તૈયાર થઈ ગયું છે. જેનું બીજી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કેબિનેટના મંત્રીઓ પણ દિલ્હીમાં યોજાનારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજ્ય સરકારે પણ આ પ્રસંગને લઈને દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘બ્રાન્ડ ગુજરાત’ કાર્યક્રમનું આયોજન પણ કર્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ‘દિલ્હી ખાતેના નવા ગરવી ગુજરાત ભવનના વિકાસનું કામ પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાને આ પ્રોજેક્ટ સમર્પિત કરવા માટે સંમતિ આપી છે, જે 131 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થયું છે’

નવા ગુજરાત ભવનનું કનસ્ટ્રક્શન સપ્ટેમ્બર 2017થી શરૂ થયું હતું. શહેરી વિકાસ મંત્રાલયે આ પ્રોજેક્ટ માટે 7,066 સ્કવેર મીટરની જમીન ફાળવી હતી. નવું ગરવી ગુજરાત ભવન શરૂ થયા બાદ હાલનું ગુજરાત ભવન પણ ખુલ્લું જ રહેશે. જૂનું ગુજરાત ભવન રાજ્યના લોકોની વધારાની જરૂરિયાતને પૂરી કરશે.

131 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ ગરવી ગુજરાત ભવન 19 જેટલા સ્વીટ રૂમ, 59 જેટલા સામાન્ય રૂમ, રેસ્ટોરાં અને પબ્લિક ડાઈનિંગ હોલ, બિઝનેસ સેન્ટર, 200 બેઠક ધરાવતો મલ્ટિ-પર્પઝ હોલ, બે કોન્ફરન્સ હોલ, ચાર વીઆઈપી લોન્જ તેમજ જિમ-યોગા સેન્ટર જેવી અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત તેમાં ગુજરાતની કલા-સંસ્કૃતિ પ્રમાણે કોતરણી કામ પણ કરવામાં આવ્યું છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2P96Ki1

No comments:

Post a Comment

Pages