Latest

Sunday, August 18, 2019

અમદાવાદઃ પીરાણા ડમ્પિંગ સાઈટમાં કચરો ઠાલવનારને 50 હજારનો દંડ

અમદાવાદઃ અમદાવાદીઓ પીરાણા ડમ્પિંગ સાઈટ પર કચરો નાખતા પહેલા સો વખત વિચારજો, કચરો નાખવાનું કામ તમને મોંઘું પડી શકે છે. શનિવારે AMCના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટે પીરાણા ડમ્પિંગ સાઈટ પર ઈન્ડસ્ટ્રીઅલ કચરો ઠાલવતા એક વ્યક્તિને પકડી લીધો હતો અને તેને રૂપિયા 50,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

સોલિડ વેસ્ટ વિભાગના ડિરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું કે, પાછલા બે દિવસથી સત્તાધિકારીઓને સાઈટ પર ગેરકાયદે રીતે ઈન્ડસ્ટ્રીઅલ કચરો જોવા મળી રહ્યો હતો. ત્રીજા દિવસે અધિકારીઓએ ઓમપ્રકાશ ખાટીક નામના વ્યક્તિને કચરા ઠાલવતા તેના વ્હીકલ સાથે પકડી લીધો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે ડમ્પિંગ સાઈટ પર ગેરકાયદે કચરો ઠાલવવાનું રોજનું કામ બની ગયું છે, આથી તેઓ સાઈટ પર નજર રાખી રહ્યા હતા. ખટીકે જણાવ્યું કે, તે ઈન્ડસ્ટ્રી અને ગોડાઉનમાંથી કચરો એકઠો કરે છે.

અધિકારીએ જણા્વ્યું કે, ખટીકે ફરીવાર અહીં કચરનો નહીં નાખવાની ખાતરી આપી છે. પીરાણા ડમ્પિંગ સાઈટ પર કચરો ઠાલવવા માટે પરવાનગી લેવી જરૂરી છે. AMC અધિકારીએ જણાવ્યું કે, જો પીરાણા ડમ્પિંગ સાઈટ બધા લોકોને કચરો ઠાલવવા માટે ખુલ્લી મૂકી દેવામાં આવે તો નજીકના ગામડા અને નગરપાલિકામાંથી પણ લોકો અહીં કચરો ઠાલવી જશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2P1BP71

No comments:

Post a Comment

Pages