Latest

Monday, August 19, 2019

અમદાવાદઃ AMTS બસ આગમાં બળીને ખાક થઈ ગઈ, કોઈ જાનહાની નહીં

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની એલડી એન્જિનિયરિંગ કૉલેજ પાસે સવારના સમયે એક AMTS બસ બળીને ખાક થઈ જવાની ઘટના બની છે. આ ઘટનામાં કોઈ જાનહાની ઘટના નથી બની. આગની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે આગ કાબૂમાં આવે ત્યાં સુધી આગ આખી બસમાં પ્રસરી ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યુ.

બસના એન્જિન ભાગમાંથી ધૂમાળા નીકળવાના શરુ થયા બાદ ડ્રાઈવરે તાત્કાલિક મુસાફરોને બસમાંથી ઉતરી જવાની સૂચના આપી હતી. ડ્રાઈવરે ભરેલા તકેદારીના પગલાના ભાગ રુપે મોટી જાનહાની ટળી છે. સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ વસ્ત્રાલથી યુનિલવર્સિટીના રુટની બસમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટના સવારના 8 વાગ્યે બની હતી.

સવારના સમયે અહીં વિદ્યાર્થીઓની ભીડ હોય છે તેવી જગ્યા પર આ આગની ઘટના બની હતી. જોકે, ડ્રાઈવર અને કન્ડક્ટરે ભરેલા પગલાના કારણે મોટી જાનહાની ટળી છે. આ આગ કયા કારણોથી લાગી તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પણ આગ લાગવાની શરુઆત એન્જિન ભાગેથી થઈ હતી પછી જોતા-જોતામાં આગ આખી બસમાં પ્રસરી ગઈ હતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2OYS9Wf

No comments:

Post a Comment

Pages