કાલસર્પ દોષથી આ રીતે મેળવો મુક્તિ
શ્રાવણ વદ પાંચમને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે.કાલસર્પ દોષથી પીડિત જાતકો કેટલાક સરળ ઉપાય કરીને આ દોષમાંથી મુક્તિ મેળવી સુખ-શાંતિ અને શિવજીના આર્શીવાદ મેળવી શકે છે. તો જાણી લો કેવી રીતે કરવી આવતી કાલે પૂજા. તેના માટે જરૂર રહેશે કાલસર્પ દોષ નિવારણ યંત્ર અને પૂજા કરવા માટેની સામગ્રીની
આ રીતે કરો પૂજાની વિધિ
સવારે વહેલા ઊઠી સ્નાનાદિ કર્મથી નિવૃત્ત થઈ ભગવાન શંકરનું ધ્યાન ધરવું અને કાલસર્પ દોષ નિવારણ યંત્રની એક આસન પર સ્થાપના કરી તેની પૂજા કરવી. પૂજા માટે પહેલાં યંત્ર પર દૂધ ચડાવવું, ત્યારબાદ ગંગાજળથી તેને શુદ્ધ કરવું પછી ધૂપ-દીપ કરી સફેદ ફુલ ચડાવી અને નીચે આપેલા મંત્રની એક માળા કરવી.
મંત્ર
अनन्तं वासुकिं शेषं पद्मनाभं च कम्बलम्।
शंखपाल धार्तराष्ट्रं तक्षकं कालियं तथा।।
एतानि नव नामानि नागानां च महात्मनाम्।
सायंकाले पठेन्नित्यं प्रात:काले विशेषत:।।
तस्मै विषभयं नास्ति सर्वत्र विजयी भवेत्।।
from Page Array – I Am Gujarat https://ift.tt/33GlmIZ
No comments:
Post a Comment