Latest

Monday, August 19, 2019

અમદાવાદ: મળી ગયો મજબૂત રોડ બનાવવાનો ઉપાય, વરસાદમાં પણ નહીં ધોવાય

અમદાવાદ: માર્ચ 2016માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) અમુક પ્લાસ્ટિક મિશ્રિત (પ્લાસ્ટિક કચરામાંથી બનાવેલ) રોડ બનાવ્યા હતા. આ રોડ સરેરાશ પહોળાઈના હતા અને લગભગ એક ટન પ્લાસ્ટિકનું મિશ્રણ હતું. આવા ત્રણ રોડ પૈકીનો પ્રથમ રોડ હતો નગરી હોસ્પિટલથી ગુજરાત કોલેજ સુધીનો. ત્રણ ચોમાસા પછી પણ આ રોડ અડીખમ છે. જ્યારે બીજી તરફ નગરી હોસ્પિટલ અને હિન્દી કોલેજને જોડતો રોડ દોઢ વર્ષ પહેલા જ સામાન્ય પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવાયો હતો. તેમાં ખાડા પડવા લાગ્યા છે. ત્યારે એવો વિચાર આવે કે જો પ્લાસ્ટિક મિશ્રિત રોડ લાંબો સમય સુધી ટકી શકતા હોય તો શા માટે શહેરમાં આવા રોડની સંખ્યા વધારવી ના જોઈએ?

2016માં AMCએ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને પાંચ રોડ બનાવ્યા હતા. એક અંકુર ચાર રસ્તા પાસે, એક સાબરમતી વિસ્તારમાં રામનગર પોલીસ સ્ટેશન પાસે અને બે સાઉથ ઝોનમાં બનાવ્યા હતા. પ્લાસ્ટિક મિશ્રિત રોડ બનાવવાની પ્રક્રિયા 2013માં શરૂ થઈ હતી. AMCએ આ પ્રકારના રોડ બનાવવા માટે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટની મદદ માગી હતી.

AMCના અધિકારીઓના મતે, પ્લાસ્ટિક મિશ્રિત રોડ વરસાદી પાણી સામે અવરોધકનું કામ કરે છે. ડામર સાથે પ્લાસ્ટિકનું મિશ્રણ કરવામાં આવે તો ખૂબ ઓછું રીપેરિંગ કરાવવું પડે છે. સામાન્ય રોડ કરતાં પ્લાસ્ટિક મિશ્રિત રોડનો ખર્ચ 3-5 ટકા વધારે થાય છે. અને તે પ્લાસ્ટિકની ગુણવત્તા પર આધાર રાખે છે.

AMCના બ્રિજ અને બિલ્ડિંગ વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, “સરેરાશ પહોળાઈનો એક કિલોમીટરનો રોડ બનાવવા માટે 2 ટનથી વધારે પ્લાસ્ટિકની જરૂર પડે છે. અમદાવાદ પ્રતિ દિવસ 250 ટન જેટલો પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન કરે છે.” 2016માં બેંગલુરુ શહેરનો આશરે 1500 કિલોમીટરનો રોડ પ્લાસ્ટિક અને ડામરના મિશ્રણથી બનાવાયો હતો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2z7f5b5

No comments:

Post a Comment

Pages