Latest

Thursday, August 22, 2019

જે બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે ગયા હતા તે જ બિલ્ડિંગમાં ચિદમ્બરમ થયા ‘કેદ’

નવી દિલ્હીઃ હાઈકોર્ટનો તાત્કાલિક કેસ ચલાવાનો ઈનકાર અને પછી ચિદમ્બરમ ગાયબ રહ્યા અને આખરે બુધવારે રાત્રે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. સીબીઆઈની ટીમે ચિદમ્બરમની તેમના જોર બાગ સ્થિત સરકારી મકાનેથી ધરપકડ કરી લીધી છે. આ પછી તેમને સીબીઆઈના હેડક્વાર્ટર લાવવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, આજથી 8 વર્ષ પહેલા ચિદમ્બરમ જે બિલ્ડિંગ (CBI હેડક્વાર્ટર)ના ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા ત્યાં જ તેમને ધરપકડ પછી રાખવામાં આવ્યા છે. આ નવી બિલ્ડિગનું ઉદ્ઘાટન વર્ષ 2011માં થયું હતું.

વર્ષ 2011માં પી. ચિદમ્બરમ દેશના ગૃહમંત્રી અને તત્કાલિન ડૉ. મનમોહન સિંહ સીબીઆઈની આ ઈમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પી. ચિદમ્બરમ સિવાય કપિલ સિબ્બલ, વીરપ્પા મોઈલી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

હવે ખબર એવી આવી છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આ જ જગ્યા પર રાત વિતાવી છે, આજે તેમને અહીંથી જ કોર્ટમાં લઈ જવામાં આવશે. આ પહેલા મંગળવારે રાત્રે સીબીઆઈ અને ED પી. ચિદમ્બરમની તપાસ કરી રહ્યા હતા. પણ બન્ને એજન્સીઓમાંથી કોઈને તેમનો પત્તો લાગ્યો નહોતો. આ પછી બુધવારે રાત્રે 8 વાગ્યે અચાનક તેઓ કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા, તેમણે 10 મિનિટ સુધી પોતાનું લખેલું નિવેદન વાંચ્યા પછી ઘરે પાછા ફરી ગયા હતા. તેમની પાછળ-પાછળ સીબીઆઈ અને EDની ટીમ કોંગ્રેસના કાર્યાલય પહોંચી હતી. પણ ત્યાં સુધીમાં તેઓ ઘરે નીકળી ગયા હતા. આ પછી તેમના ઘરે જઈને સીબીઆઈએ તેમની ધરપકડ કરી લીધી હતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2KYxGM5

No comments:

Post a Comment

Pages