Latest

Monday, August 19, 2019

મહારાષ્ટ્રઃ ST બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 13ના મોત, 20 ઈજાગ્રસ્ત

ધુલેઃ મહારાષ્ટ્રના ધૂલેમાં એસટી બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો. જેમાં 13 લોકોના મોત થયા. જ્યારે 15થી 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ અકસ્માતનો ભોગ બની. આ બસ ઔરંગાબાદથી શહાદા તરફ જઈ રહી હતી. તે સમયે તેની ટક્કર સામેથી આવતા એક કન્ટેઈનર ટ્રક સાથે થઈ. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસનું એક પડખું આખું ચીરાઈ ગયું હતું.

અકસ્માતના કારણે ઘટનાસ્થળે જ 13 લોકોના મોત નિપજ્યાં હતા. તો 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત છે. જે પૈકી કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર છે. પ્રાથમિક માહિતી મુજબ ઔરંગાબાદથી શહાદા તરફ જતી આ એસટી બસમાં કુલ 44 પ્રવાસીઓ હતા. અઅકસ્માત બાદ અનેક પ્રવાસીઓના મૃતદેહ બસમાં જ ફસાઈ ગયા હતા. જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામા આવ્યા હતા.

ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન દ્વારા ઘાયલો અને મૃતદેહોને બસમાંથી બહાર કાઢ્યા અને નજીકની હોસ્પિટલ મોકલ્યા હતા. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે હજુ મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે કેટલાક મુસાફરોની સ્થિતિ ગંભીર છે. જ્યારે હોસ્પિટલ તંત્રે સ્થિતિની ગંભીરતા જોતા આ અંગે હાલ કોઈ નિવેદન આપવાની ના પાડી હતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2P2scoV

No comments:

Post a Comment

Pages