Latest

Tuesday, October 1, 2019

અમદાવાદઃ પિતરાઈ ભાઈએ 16 વર્ષની બહેનને બનાવી હવસનો શિકાર, બાળકીને આપ્યો જન્મ

અમદાવાદઃ શાહીબાગ વિસ્તારમાં એક એવી ઘટના બની છે જેને સંબંધોને શર્મશાર કરી નાખ્યા છે. એક પિતરાઈ ભાઈએ પોતાની જ બહેનને હવસનો શિકાર બનાવી દીધી અને ભાઈમાંથી તેના સંતાનનો પિતા બની ગયો. જોકે આ ઘટનાની જાણ થતા પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

શાહિબાગ વિસ્તારમાં રહેતા પરિવારની 16 વર્ષની સગીર દીકરીએ શનિવારે રાત્રે પોતાને પેટમાં દુખતું હોવાની ફરિયાદ કરતા પરિવાર તેને લઈને આસરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં તેણે બાળકીને જન્મ આપતા પિતા અને ભાઈઓ ચોંકી ગયા હતા. સગીરાની પૂછપરછ કરતા તેણે જે વર્ણવ્યું તે સાંભળીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

ઘટના કંઈ એમ છે કે પીડિતા અને આરોપી મામા-ફઈના ભાઈ-બહેન થાય છે અને આરોપી પીડિતાના ઘરે જતો હતો. એક વર્ષ પહેલા આરોપીએ પીડિતા સાથે સંબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ અવાર-નવાર તેના ઘરે પણ જતો હતો. સાત મહિના પહેલા જ પીડિતાની માતાનુ મોત થયા બાદ આરોપીની અવરજવર વધી ગઈ હતી. પીડિતાના પરિવારમાં હવે ફક્ત પિતા અને ભાઈઓ હતા જેઓ સવારે નોકરીએ ચાલ્યા જતા હતા અને સાંજે આવતા હતા.

જેથી આરોપીની અવર-જવર વધી ગઈ હતી. રવિવારે પિડિતાને દુખાવો થતા તેને સિવિલ હોસ્પીટલ લઈ જવામાં આવી હતી અને ત્યાં તેને બાળકીને જન્મ આપ્યો હતો.ત્યાર બાદ સમગ્ર મામલો સામે આવ્યો અને જ્યારે પોલીસને જાણ કરવામાં આવી. DCP નીરજ બડગુજરે કહ્યું કે, પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

Video: મનાલી નજીક હનુમાન ટિબ્બામાં ડિસેમ્બર જેવી બરફ વર્ષા



from Page Array – I Am Gujarat https://ift.tt/2oOekBS

No comments:

Post a Comment

Pages