બોલિવુડની એક્ટ્રેસ, મોડેલ અને સમાજ સેવિકા આસિનનો આજે જન્મદિવસ છે. આસિનની એક વાત તમને નહીં ખબર હોય કે તે 8 જેટલી ભાષાની જાણકાર છે. તેમને અને તેમની સાથે આજે જેમનો પણ બર્થ ડે છે તે તમામને iamgujarat.com તરફથી હાર્દિક શુભેચ્છા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
આ વર્ષ બુધ મંગળ સહિત શનિ તમારા ભાગ્યાંક અને જન્માંકનો સ્વામી ગ્રહ છે. પાછલા વર્ષ દરમિયાન મંદીના કારણે ઓગસ્ટ સુધી આર્થિક વિષમતાનો સામનો કરવો પડશે. ઓક્ટોબરના અંત સુધીમાં વેપારમાં નબળાઈ અને આર્થિક દુર્બળતાનો અંત આવશે. નવેમ્બર અને ડિસેમ્બર વચ્ચે વધારે રાહત મળશે, કામ ધંધા પાટા પર આવશે.
જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2020માં દેવ દર્શન, દેશાટન પર ધન વ્યય કરવાથી સુખ પ્રાપ્ત થશે. માર્ચમાં કોઈ રીતે ડૂબેલું ધન પાછું મળી શકે છે. એપ્રિલ અને મેમાં પરિવારજનોના મંગળ કાર્યો, ઉત્સવોમાં જોડાશો અને સૌભાગ્ય પ્રાપ્ત કરશો. જૂનના અંત સુધીમાં આર્થિક સ્થિતિ વધુ સારી બનશે. જુલાઈમાં ભેટમાં વસ્ત્રો અને આભૂષણ મળવાની સંભાવના બનેલી છે.
ઓગસ્ટના મધ્ય સુધીમાં સન્માન મળશે. મહિલાઓ માટે આ વર્ષ ઉત્તમ ફળ કારક રહેશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં રાજ્ય અથવા સરકાર તરફથી સમ્માન મળી શકે તેવા યોગ છે. વિદ્યાર્થી વર્ગ વિશેષ પરિશ્રમ પછી પણ ઓછા સંતોષથી કામ ચલાવવું પડશે. સારા પરિણામ માટે પન્ના રત્ના ધારણ કરવું હિતકારી રહેશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/344qjKR
No comments:
Post a Comment