આ બોલિવૂડ એક્ટ્રેસ રીમા સેનનો જન્મદિવસ છે. રીમા સહિત આજે જન્મેલા તમામ લોકોને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. જાણો આપના નવા વર્ષ અંગે શુ ભવિષ્યવાણી કરવામાં આવી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
આ વર્ષ મંગળ, બુધ, ચંદ્રના પ્રભાવમાં રહેવાનું છે. ઓક્ટોબરના બાકીના દિવસોમાં લેવડ-દેવડના વેપાર સાથે જોડાયેલા લોકોએ વારંવાર સમસ્યાથી પીડવું પડશે. નવેમ્બરથી લઈને ડિસેમ્બર સુધી સારી તકો મળશે. પાછલા વર્ષના બાકી રહેલા પ્રસંગો તમારી સમક્ષ આવશે. જાન્યુઆરી 2020માં આર્થિક સંકટનો સામનો કરવો પડશે.
ફેબ્રુઆરીમાં જ્યાં તમારે કોઈ ભાગ્યવર્ધક કાર્યક્ષેત્ર સાથે જોડાવું પડશે. તો માર્ચના બાકીના દિવસોમાં કાર્ય કૌશલ્ય અને એકાગ્રતા સાથે તમામ જોખમી કાર્ય સરળ બની જશે. આ વર્ષના બાકીના સમયમાં એટલે કે એપ્રિલ, મે અને જૂન સુધીમાં તમારું જીવન સ્તર ઊંચું આવશે. લોકો તમારા કાર્ય કૌશલ્યની પ્રશંસા કરશે.
જુલાઈ અને ઓગસ્ટમાં જો કષ્ટ કે ચિંતા થાય તો શનિવારે સવારે સ્ટીલના વાસણમાં સરસિયાનું તેલ લઈને તેમાં પોતાનું મોઢું જોઈને તેલ ગરીબને દાન કરી દો. આ રીતે પાંચ શનિવાર કરવાથી સપ્ટેમ્બર સુધીમાં ઘરમાં સુખ શાંતિ બનેલી રહેશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/34g92i5
No comments:
Post a Comment