Latest

Sunday, October 13, 2019

ધન પ્રાપ્તિ અને સારા સ્વાસ્થ્ય માટે શરદ પૂનમે કરો આ ઉપાય

શરદ પૂર્ણિમા મહત્વની તિથિ છે. આ તિથિથી શરદ ઋતુનો પ્રારંભ થાય છે. ચંદ્રમા આ દિવસે સોળે કળાએ ખીલી ઉઠે છે. આ દિવસે ચંદ્રમાની રોશનીમાંથી અમૃત વર્ષા થાય છે જે ધન, પ્રેમ અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. પ્રેમ અને કળાથી પરિપૂર્ણ હોવાથી શ્રીકૃષ્ણએ આ દિવસે મહારાસ કર્યો હતો. આ દિવસે ખાસ ઉપાય કરવાથી સારું સ્વાસ્થ્ય, અપાર પ્રેમ અને અઢળક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. જો કે, ઉપાયમાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

શરદ પૂનમે આ નિયમો પાળવા જોઈએ

આ દિવસે જળ અને ફળ ખાઈને ઉપવાસ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. ઉપવાસ ન કરો તો પણ આ દિવસે સાત્વિક ભોજન લેવું જોઈએ. આ દિવસે કાળા રંગથી દૂર રહેવું. ચમકદાર સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ.

સારા સ્વાસ્થ્ય માટે કરો આ ઉપાય

રાત્રે સ્નાન કરીને ગાયના દૂધમાં ઘી ઉમેરીને ખીર બનાવો. આ ખીર ભગવાનને ધરાવીને શ્રીકૃષ્ણની પૂજા કરો. મધ્યરાત્રિએ ચંદ્ર પૂર્ણ કળાએ ખીલે ત્યાં સુધી ચંદ્રદેવની પૂજા કરો. ચંદ્રમાના મંત્ર ॐ सोम सोमाय नमःનો જાપ કરો. ખીરને ચંદ્રમાની રોશનીમાં ઢાંકી દો. ખીરને કાચ, માટી અથવા ચાંદીના વાસણમાં મૂકો. અન્ય કોઈ ધાતુનો ઉપયોગ ના કરો. સવારે સૂર્યાસ્ત પહેલા આ ખીર ખાવી ઉત્તમ ગણાશે.

ધન પ્રાપ્તિ માટે કરો આ પ્રયોગ

રાત્રે મા લક્ષ્મી સામે ઘીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીરને ગુલાબનો હાર ચડાવો. સફેદ મીઠાઈ ધરાવો. ॐ ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद महालक्ष्मये नमः આ મંત્રની 11 માળા કરો. આ ઉપાય કરવાથી આર્થિક તંગી નહીં આવે.

પ્રેમમાં સફળતા માટે શું કરશો?

સાંજે રાધા-કૃષ્ણની ઉપાસના કરો. બંનેને સંયુક્તરૂપે ગુલાબનો હાર ચડાવો. મધ્યરાત્રે સફેદ વસ્ત્ર ધારણ કરીને ચંદ્રમાને અર્ધ્ય આપો. ત્યારબાાદ ॐ राधावल्लभाय नमः મંત્રની ત્રણ માળા કરો અથવા મધુરાષ્ટકનો ઓછામાં ઓછી ત્રણ વખત પાઠ કરો. મનગમતા પ્રેમને પામવા પ્રાર્થના કરો. ભગવાનને ચડાવેલો ગુલાબનો હાર તમારી પાસે સંભાળીને રાખો.

કાળા મરીના અચૂક ઉપાય, 10 મિનિટમાં દેખાશે અસર



from Page Array – I Am Gujarat https://ift.tt/33tTCWK

No comments:

Post a Comment

Pages