Latest

Monday, October 28, 2019

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના ફેન્સને ઝટકો! શોને અલવિદા કહેશે આ એક્ટ્રેસ?

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ છેલ્લા 10 વર્ષથી દર્શકોને ભરપૂર મનોરંજન પીરસી રહ્યો છે. આ શો લોકો માટે મોસ્ટ ફેવરિટ બની ગયો છે. શોના દરેક એપિસોડમાં કોઈને કોઈ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળી રહ્યા છે. હવે કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે શોમાં વેદિકાનો રોલ પ્લે કરી રહેલી એક્ટ્રેસ પંખુડી અવસ્થી શોને અલવિદા કહેવાની છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સૂત્રોના આધારે સ્પોટબોયે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે સીરિયલમાં કાર્તિકની પત્નીનો રોલ કરી રહેલી પંખુડી શો છોડી રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે પંખુડીએ પોતાની અપકમિંગ ફિલ્મ માટે આપેલા કમિટમેન્ટ્સના કારણે શો છોડવાનો નિર્ણય લીધો છે.

પંખુડીએ આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ સાઈન કરી છે, આ ફિલ્મ 2017માં આવેલી ફિલ્મ શુભ મંગલ સાવધાનની સિક્વલ છે. આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે જેના કારણે એક્ટ્રેસ ‘યે રિશ્તા…’ માટે શૂટિંગનો ટાઈમ કાઢી શકતી નથી. પોતાના બિઝી શેડ્યૂલ અને ફિલ્મ માટે આપેલા કમિટમેન્ટ્સના કારણે શો છોડવાનો નિર્ણય લીધો છે.

જ્યારે આ વિશે પંખુડીને પૂછવામાં આવ્યું તો તેણે શો છોડવાની વાતનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. એક્ટ્રેસે કહ્યું કે, ‘ના હું શો છોડી રહી નથી. હા મેં ફિલ્મ સાઈન કરી છે અને તેનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. પરંતુ હું બંનેને સારી રીતે મેનેજ કરી રહી છું. એટલે હાલ તો હું શો છોડવાની નથી’.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2JsMe6v

No comments:

Post a Comment

Pages