Latest

Saturday, October 26, 2019

નવેમ્બરમાં લગ્ન કરી રહ્યા છે રણબીર-આલિયા, વેડિંગ માટે આ ફોરેન લોકેશન ફાઈનલ!

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જ્યારથી મીડિયા સામે પોતાના રિલેશનને કબૂલ્યો છે, ત્યારથી તેમના લગ્નની અટકળો ચાલી રહી છે. કેટલાક દિવસો પહેલા જ આલિયા-રણબીરના લગ્નનું ફેક કાર્ડ ખૂબ વાઈરલ થયું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

જેના પર આલિયાની માતા સોની રાજદાને પોતાની પ્રતિક્રિયા આપી હતી. હવે ખબર મળી રહી છે કે આલિયા અને રણબીર નવેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. એક વેબસાઈટના રિપોર્ટ મુજબ આલિયા અને રણબીર બે અઠવાડિયામાં જ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ માટે તેમણે ફ્રાન્સને પસંદ કર્યું છે.

તેમના લગ્ન માટે શેફ રિતુ ડાલમિયાને કેટરિંગ અરેન્જમેન્ટ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે વિરાટ-અનુષ્કાના લગ્નમાં પણ રિતુને જ કેટરિંગ સર્વિસ અપાઈ હતી. જોકે આ વાત પર બંનેના પરિવાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પણ પાછલા વર્ષે નવેમ્બરમાં જ લગ્ન કર્યા હતા.

જોકે દીપિકા-રણવીરે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નનું કાર્ડ પોસ્ટ કરીને ફેન્સને તે વિશે જાણકારી આપી હતી. આલિયા-રણબીરની ફિલ્મોની વાત કરીએ તો હાલમાં આલિયા પોતાના પપ્પા મહેશ ભટ્ટની ફિલ્મ ‘સડક’ના શૂટિંગમાં વ્યસ્ત છે. રણબીર પણ શમશેરાની શૂટિંગ કરી રહ્યો છે. હાલમાં એક એડમાં સાથે જોવા મળેલું આ કપલ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે સ્ક્રીન શેર કરશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2PrfqyR

No comments:

Post a Comment

Pages