અમદાવાદઃ રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાજ્ય સંચાલિત માધ્યમિક શાળાઓ માટે 1,239 જેટલા શિક્ષકોની ભરતી કરશે. આ અભિયાન ગ્રાન્ટેડ શાળાઓ અને સરકાર સંચાલિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7 હજાર શિક્ષકોની ભરતી કરવાની રાજ્ય સરકારની સૌથી મોટી યોજનાનો એક ભાગ છે. ઓક્ટોબરમાં ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીના કારણે આ પ્રક્રિયાને પાછળ ઠેલવામાં આવી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
‘ઉમેદવારો 21 નવેમ્બરથી 30 નવેમ્બર દરમિયાન અરજી કરી શકશે. ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ (TAT)2018 ક્લિયર કરનાર જ આ માટે અરજી કરી શકશે’ તેમ ગુજરાત સરકારના એક અધિકારીએ જણાવ્યું.
ગુજરાતી માધ્યમની શાળાઓમાં જ 1,236 શિક્ષકોની ભરતી કરાશે જ્યારે અંગ્રેજી માધ્યમ માટે માત્ર 3 જ પોસ્ટ છે. સૂત્રોએ જણાવ્યું કે, ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટે 416, સામાજિક વિજ્ઞાનના શિક્ષકો માટે 374, અંગ્રેજી વિષયના શિક્ષકો માટે 353 તેમજ ગુજરાતી વિષયના શિક્ષકો માટે 68 જેટલી જગ્યા ખાલી છે.
સરકારના સ્કૂલ ડિજિટલાઈઝેશન પ્રોગ્રામના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગે સરકાર દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં તમામ શિક્ષકોની માહિતી ઓનલાઈન મૂકવાની પહેલ કરી છે. ‘શિક્ષકોને તેમની જે વિગતો ઓનલાઈન મૂકવામાં આવી છે તેમાં ફેરફાર કે સુધારા હોય તો તે જણાવવા અંગે આદેશ આપવામાં આવ્યો છે. તાલુકા અને જિલ્લા સ્તરના શિક્ષણ અધિકારીઓ દ્વારા તે માહિતીનું ક્રોસ ચેકિંગ કરવામાં આવશે’ તેમ સરકારી અધિકારીએ કહ્યું. વિદ્યાર્થીઓ જોઈ શકે તે માટે શિક્ષકોનું ક્વોલિફિકેશન, પ્રોફેશનલ, કરિયર તેમજ અન્ય માહિતી ઓનલાઈન શેર કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું.
બનાસકાંઠાઃ સ્કૂલમાં ડાન્સ કરતાં-કરતાં ભણાવે છે આ શિક્ષક
from Page Array – I Am Gujarat https://ift.tt/2XpSSQV
No comments:
Post a Comment