બોલિવુડની બે પ્લેબેક સિંગર નેહા ભસીન અને નીતિ મોહનનો આજે જન્મદિવસ છે. તેમને અને આજે જન્મ દિવસ હોય તેવા તમામ વાચકમિત્રોને iamgujarat.com તરફથી હાર્દિક શુભેચ્છા.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
આ વર્ષના સ્વામી ચંદ્ર અને ગુરુ છે. જે સુવર્ણ પાદથી પ્રવેશ કરી રહ્યા છે. નવેમ્બર 2019થી ડિસેમ્બરના અંત સુધી આ સમય તમારા માટે શુભ છે. કીર્તી અને માનમાં વધારો થશે. દરેક મનોરથ સિદ્ધ થશે. જાન્યુઆરી -ફેબ્રુઆરી 2020નો સમય આરોગ્ય માટે અનુકૂળ નથી થોડું સાચવજો. નિયમિત કાર્યક્રમમાં પરિવર્તનથી લાભ મળશે.
માર્ચ બાદ તમામ અટકેલા કાર્યો થોડી મહેનત પછી પૂર્ણ થશે. એપ્રિલમાં મંગલ કાર્યની યોજના બનાવી શકશો. મે અને જૂન મહિના દરમિયાન સકારણ પ્રવાસ કરવાનો યોગ બની રહ્યો છે. જુલાઈ અને ઓગસ્ટમાં પોતાના જ્ઞાન અને મનોરંજન પર ખર્ચ કરવાથી આનંદની પ્રાપ્તિ થશે.
સપ્ટેમ્બરનો ઉત્તરાર્ધ વધારે પડતી વ્યસ્તતાવાળો રહેશે. ઓક્ટોબરથી નવેમ્બરના અંત સુધી મહિલા વર્ગ પતિની કેટલીક આદતોથી પરેશાન રહેશે. સારા પરિણામ માટે વિદ્વાન બ્રાહ્મણ દ્વારા કનકધારા સ્તોત્રનો પાઠ કરાવો.
from Page Array – I Am Gujarat https://ift.tt/2XnUNoZ
No comments:
Post a Comment