Latest

Thursday, November 21, 2019

21 નવેમ્બર જન્મદિવસ રાશિફળ: ગુરુવારે આ ઉપાય કરવાથી મળશે વિશેષ લાભ

આજે ભારતીય અભિનેત્રી અને મોડલ આરતી છાબરિયાનો જન્મદિવસ છે. આરતી છાબરિયા ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને iamgujarat.com તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

આ વર્ષે શનિ શુક્ર ગુરુનો મિશ્રિત પ્રભાવ તમારા વર્ષ પર શુભ ફળ પ્રદાન કરી રહ્યો છે. આ વર્ષ પદ-પ્રાપ્તિ અને મનોરથ સિદ્ધિકારક સાબિત થશે. નવેમ્બર-ડિસેમ્બરમાં વધારે સક્રિયતા રહેવાને કારણે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020માં નિયમિત કાર્યોમાં બદલાવ લાવવાથી યથોચિત લાભ થશે. કેટલાક કાર્યો અટક્યા બાદ થોડો ખર્ચો કરવાથી પૂરા થઈ જશે. મેથી જૂન સુધીમાં કોઈ મંગળ કાર્યની યોજના બનશે. જુલાઈ મહિનામાં નજીકના પર્યટન સ્થળોની સાર્થક યાત્રાનો યોગ બની રહ્યો છે.

ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં પર્યટન અને મનોરંજન પાછળ ખર્ચ કરવાથી લાભ થશે. તમારો કંટાળો દૂર થશે અને આસપાસના લોકોને ખુશ રાખી શકશો. ઓક્ટોબર 2020થી 7 નવેમ્બર 2020 સુધીમાં વિશેષ લાભ માટે ગળ્યા પીળા ભાત બનાવીને ગુરુવારે ગરીબોને ખવડાવો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2D38qRc

No comments:

Post a Comment

Pages