Latest

Friday, December 20, 2019

20 ડિસેમ્બર જન્મદિવસ રાશિફળ: પક્ષીઓને ચણ નાખવાથી મળશે શુભ પરિણામ

આજે બોલિવુડ એક્ટર અને સુપરસ્ટાર સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનનો જન્મદિવસ છે. આ ઉપરાંત સૈફ અને કરીનાના લાડલા તૈમૂરનો જન્મદિવસ છે. આજે જન્મેલા તમામ જાતકોને iamgujarat.com તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

આ વર્ષે ગુરુ અને શુક્ર બંને ધન રાશિમાં હોવાથી કેતુ સૂર્ય યોગ વર્ષ પર મિશ્રિત પ્રભાવ પાડશે. શાસક વર્ગ સાથે મેળાપ સારો રહેશે. ડિસેમ્બરના બાકીના દિવસો અને જાન્યુઆરી 2020 સુધીમાં ધન, ઐશ્વર્યની વૃદ્ધિ થતાં શત્રુઓને ઈર્ષ્યા થશે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં કાર્ય કુશળતાથી સિદ્ધિ મળતા ખુશીની લાગણી થશે.

મે અને જૂનમાં અત્યાધિક સક્રિયતા છતાં જરા નિરાશા, અસફળતા અને ઉદાસીનો ગાળો આવતાં કષ્ટ વધી શકે છે. જુલાઈ-ઓગસ્ટમાં સમયસર કાર્યો પૂરા ના કર્યા તો વિશ્વાસઘાત થઈ શકે છે. સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં નિયમિત કાર્યોમાં બદલાવ લાવવાથી યથોચિત લાભ થઈ શકે છે.

નવેમ્બરથી ડિસેમ્બરના અંત સુધીમાં અટકેલા કાર્યો સામાન્ય ખર્ચ કર્યા બાદ પૂરા થશે. મંગળ કાર્યોની યોજના બનશે. સારા પરિણામ માટે ડિસેમ્બરમાં પક્ષીઓ માટે વાસણમાં પાણી ભરીને રાખો તેમજ નિયમિતરૂપે ચણ આપો.



from Page Array – I Am Gujarat https://ift.tt/36QkYIv

No comments:

Post a Comment

Pages