વોટ્સએપના કેટલાક યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. યુઝર્સની સૌથી ફેવરિટ એપ બે દિવસ બાદ કેટલાક સ્માર્ટફોન્સમાં બંધ થઈ જશે. વોટ્સએપે આ ફોન વિશે જાણકારી આપી છે જેમાં 31 ડિસેમ્બર 2019 બાદ વોટ્સએપ નહીં ચાલે. વોટ્સએપે પોતાના બ્લોગમાં લખ્યું કે, વિન્ડોઝ ફોનનો ઉપયોગ કરનારા યુર્સ આ વર્ષ બાદ વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
જાણકારી માટે જણાવી દઈએ કે વોટ્સએપે આ વર્ષે જ 1લી જુલાઈથી વિન્ડોઝ ફોન માટે અપડેટ આપવાનું બંધ કરી દીધું હતું. થોડા સયમ પહેલા વોટ્સએપે કહ્યું હતું કે જો વિન્ડોઝ યુઝર્સ કોઈ ઝંઝટ વિના મેસેજિંગ એપનો ઉપયોગ કરવા ઈચ્છે છે તો 31 ડિસેમ્બર 2019 પહેલા નવો ફોન ખરીદવો પડશે.

વોટ્સએપે સપોર્ટ કરવા પર એમ પણ જણાવ્યું હતું કે તે આવું એટલા માટે કરે છે કારણ કે તેમનું ફોકલ આવનારા વર્ષો પર રહે છે. તેમનું ધ્યાન તેવા મોબાઈલ ફોન્સ પર છે જેને વધુથી વધુ લોકો વાપરી રહ્યા છે. આ વાતની જાણકારી WABetaInfoએ પણ ટ્વીટ કરીને આપી છે.
In a few days, the support for Windows Phone devices ends.
WABetaInfo and other websites have announced a UWP app in the past months.
Obviously there isn't any release date.
WhatsApp is programming an app from scratch, so it requires a lot of time.— WABetaInfo (@WABetaInfo) December 28, 2019
વોટ્સએપ પોતાના IOS યુઝર્સ માટે નવું બીટા અપડેટ 2.20.10.23 લઈને આવ્યું છે. WABetaInfoની રિપોર્ટ મુજબ આ બીટા અપડેટમાં આપેલા બધા ફીચર્સ એપલ એપ સ્ટોરમાં આગામી ઓફિશિયલ અપડેટ માટે ઉપલબ્ધ હશે. જાણકારી મુજબ વોટ્સએપ હેપ્ટિક ટચ, લો મોડ અને કનેક્ટેડ ઈન્ટીગ્રેશન જેવા ફીચર્સ લાવવાની તૈયારીમાં છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3545Shd
No comments:
Post a Comment