રાજકોટઃ ભાવનગર પોલીસે ગુરુવારે રાત્રે લૂંટના ઈરાદે થયેલી જ્વેલરી શો રૂમના સેલ્સમેનની હત્યાનો ભેદ ઉકેલતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી લૂંટના પૈસા અને 1.50 લાખની કિંમતના દાગીનાઓ જપ્ત કર્યા છે. પોલીસ મુજબ મૃતક વ્યક્તિના મુખ્ય આરોપી વહીદ મોહન સાથે પાછલા 10 મહિનાથી હોમોસેક્સુઅલ સંબંધો હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
મૃતક વ્યક્તિની ઓળખ જીતેન્દ્ર ગોહિલ તરીકે કરાઈ છે જેને પત્ની અને 12 તથા 14 વર્ષના બે છોકરાઓ છે. ગુરુવારે સાંજે જીતેન્દ્રએ વહીદને ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યો. જોકે વહીદે ત્યાં જવાથી ઈનકાર કરી દીધો અને પોતાની જગ્યાએ સાહિલ અને આરીફને મોકલવાની વાત કરી.
જીતેન્દ્રએ હા પાડીને બંનેને ઘોઘા રોડ પર આવેલા બલયોગી નગરના ઘરમાં આવવા માટે કહ્યું. અહીં શારીરિક સંબંધ બાંધતા સમયે બંને આરોપીએ જીતેન્દ્રની ગરદનને દોરડા વડે ટૂંપો આપી દીધો. આ બાદ સમગ્ર ઘટનાને આત્મહત્યા સાબિત કરવા માટે તેની બોડીને પંખા સાથે લટકાવી દીધી.
પત્રકારો સાથે વાત કરતા ભાવનગરના એસ.પી જયપાલસિંહ રાઠોડે કહ્યું, વહીદને ખબર પડી હતી કે જીતેન્દ્રના ઘરમાં કેશ અને જ્વેલરી પડેલી છે. તેણે લૂંટના પ્લાન સાથે સાહિલ અને આરીફને તેના ઘરે મોકલ્યા હતા. બંનેએ જીતેન્દ્રની હત્યા કરીને કેશ અને કિંમતી વસ્તુઓ લૂંટી લીધી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તો તેમને આ સમગ્ર ઘટના શંકાસ્પદ લાગતા તેમણે તપાસ શરૂ કરી હતી.
from Page Array – I Am Gujarat https://ift.tt/2FecHCB
No comments:
Post a Comment