Latest

Monday, December 16, 2019

નારણપુરાઃ જયમાલા ચાર રસ્તા પર કાર અને બસની વચ્ચે કચડાઈ મહિલા, ઘટના સ્થળે જ મોત

અમદાવાદઃ અમદાવાદમાં વધુ એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા જયમાલા ચાર રસ્તા પર સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. મહિલા જ્યારે બસની પાછળ ઉભા હતા ત્યાં પાછળથી આવી રહેલી અન્ય કારે તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરુ કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

જયમાલા ચાર રસ્તા પાસે ગણપત યુનિવર્સિટીની એક બસ ઉભી હતી તે દરમિયાન એક મહિલા રોડ ક્રોસ કરી રહ્યા હતા, આજ સમયે ઓલા લખેલી GJ01 FT 2220 નંબરની કાર આવી અને બસ સાથે અથડાઈ હતી. કાર બસ સાથે અથડાઈ જેના કારણે મહિલા બસ અને કારની વચ્ચે આવી ગયા અને તેમનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું.

બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે આ મામલે આગળની તપાસ શરુ કરી છે. આ મહિલા કોણ હતી અને અકસ્માતમાં વાંક બસનો છે કે કારનો તે અંગે પણ પોલીસે તપાસ શરુ કરી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2LYaSNI

No comments:

Post a Comment

Pages