શનિ એટલે એક એવો ગ્રહ જેનું નામ સાંભળતા જ કોઈપણ ફફડી જાય. કારણ એટલું જ છે કે શનિ ન્યાય પ્રિય દેવતા છે. તેમને ખુશ કરવા આસાન નથી. તેના માટે સારા કર્મો કરવા પડે છે. હવે શનિદેવ 2020માં ધન રાશિમાંથી નીકળીને પોતાની જ રાશિ મકરમાં આવી રહ્યા છે. શનિ મહારાજ બધા જ ગ્રહોમાં સૌથી ધીમી ચાલ ચાલે છે. તે એક રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે. તે 19 વર્ષે પોતાની રાશિ મકરમાં પાછા ફર્યા છે. અત્યારે ધન અને મકર રાશિ શનિ સાડાસાતીના પ્રભાવમાં છે. શનિના રાશિ પરિવર્તન સાથે કુંભ રાશિને પણ શનિની સાડાસાતીનું પ્રથમ ચરણ શરૂ થઈ જશે. બાર રાશિમાંથી શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે. શનિ ન્યાય પ્રિય ગ્રહ છે. જે રીતે શિક્ષક આપણી ઉર્જાને સમજીને આપણને સાચા માર્ગે આગળ દોરે છે અને ખોટું કરવા પર દંડ પણ આપે છે એમ શનિ આપણને શિસ્ત તથા મર્યાદામાં બાંધવાનું કામ કરે છે. બારેય રાશિના વ્યવસાય, નોકરી, વિવાહ, પ્રેમ, સંતાન, શિક્ષા, સ્વાસ્થ્ય પર શનિના ગોચરનો પ્રભાવ પડશે. જાણો તમારી રાશિ માટે આ ગોચર કેવું પરિણામ લઈને આવશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2ZQN44g
No comments:
Post a Comment