Latest

Thursday, April 9, 2020

09 એપ્રિલ જન્મદિવસ રાશિફળ: જાણો, આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ કેવું રહેશે

આજે બોલિવુડ એક્ટ્રેસ જયા બચ્ચન અને સ્વરા ભાસ્કરનો જન્મદિવસ છે. આ બંને સેલિબ્રિટી ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને iamgujarat.com તરફથી જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

આ વર્ષ સિંહ લગ્નમાં સુવર્ણ પાદથી પ્રવેશ કરી રહ્યું છે. આ વર્ષ મિશ્ર ફળકારક રહેશે. એપ્રિલ માસના પ્રારંભમાં મહત્ત્વાકાંક્ષી પ્રકૃત્તિવાળા લોકોની મનોકામના પૂરી થશે. મે મહિનામાં નવી શોધ, રચનાત્મક કાર્યો માટે પ્રયત્નશીલ રહેશો.

સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. જૂન-જુલાઈમાં સ્પર્ધામાં તમારી જીત થશે. વાર્તાશૈલી સારગર્ભિત રાખવી. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અનિચ્છાએ ક્યાંય જવું પડી શકે છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં પર્યટનના યોગ છે.

ડિસેમ્બરથી જાન્યુઆરી 2021માં તમારી સમસ્યાઓનું સમાધાન પ્રકૃતિ સ્વયં કરી આપશે. વર્ષનો ઉત્તરાર્ધ ખુશીઓ લઈને આવી રહ્યો છે. ફેબ્રુઆરી-માર્ચમાં શત્રુઓનો પરાજય થશે. ઘરમાં શાંતિ માટે પ્રત્યેક ગુરુવારે ચણાની દાળમાં ગોળ ભેળવીને ગાયને ખવડાવો. હનુમાન ચાલીસાના 11 પાઠ રોજ કરો. પોતાના કાર્યમાં ધ્યાન કેંદ્રિત રાખવું નહીં તો આગળ જઈને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2x5lC8X

No comments:

Post a Comment

Pages