Latest

Thursday, April 9, 2020

9 એપ્રિલનું દૈનિક રાશિફળઃ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ?

9 એપ્રિલે ગુરુવારે ચંદ્રમા દિવસ-રાત તુલા રાશિમાં સંચાર કરશે. શુક્રની આ રાશિમાં ગોચર કરતા ચંદ્રમા મીન રાશિમાં ચાલી રહેલા બુધ અને સૂર્યથી આઠમાં હશે. જેના કારણે ઘણી રાશિના લોકોના જીવનમાં ક્યારેય ખુશી તો ક્યારેક બેચેનીનો માહોલ બનશે. ત્યારે જાણો આજે કેવો રહેશે તમારો દિવસ

મેષ
સમય અનુકૂળ છે. તમે લોકડાઉન એન્જોય કરવા લાગ્યા છો. આર્થિક સ્થિતિ સારી રહેશે. કોઈને લાભનો યોગ બની રહ્યો છે. જીવનસાથીથી અપાર સ્નેહ અને પ્રેમ મળશે. ચંદ્રમાની દ્રષ્ટિ આંતરિક શાંતિ પ્રદાન કરશે.

વૃષભ
કલા, સાહિત્ય તથા સંગીતમાં રુચિ વધશે. કામ-કાજ વચ્ચે તમારો મિજાજ રોમાન્ટિક થઈ શકે છે. પરિવારનો માહોલ સુખદ તથા આર્થિક પક્ષ મજબૂત કહેશે. કોઈ જૂના રોકાણનો લાભ મળવાનો સંકેત આનંદ આપશે.

મિથુન
સમય અનુકૂળ છે. દાંમ્પત્ય સુખ વધશે. જીવનસાથી પાસેથી પ્રેમ મળશે. ગળાની ખરાશ ડરાવશે. કરિયરની સારી સૂચના આવશે. ઊંઘવાના સમયે જાગશો અને જાગવાના સમયે ઊંઘ આવશે. આ સમયનો લાભ ઉઠાવો.

કર્ક
રચનાત્મક કાર્યોમાં તમારો રસ રહેશે, કામ-કાજમાં નવા વિચારોનો ફાયદો થશે. બૌદ્ધિક ક્ષમતા સામે આવશે. મુત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. લોકડાઉનમાં સંતાનની સાથે સારો સમય પસાર થશે. કોઈ જૂના પ્રેમની યાદ આવશે.

સિંહ
ઉચ્ચ પદના મિત્રોથી પ્રેમ અને લાભ મળશે. આજે અધ્યાત્મિક પ્રવૃત્તિનો ઉદય થશે. યોગની તરફ આકર્ષિત થશો. આચરણ સારું થશે. વિચાર સ્પષ્ટ થઈને કરિયર પર ફોકસ કરશો. પિતા અને પિતા સમાન લોકોથી સપોર્ટ પ્રાપ્ત થશે.

કન્યા
દિવસ સકારાત્મક છે. પ્રભાવ અને પ્રતિષ્ઠાની વૃદ્ધિ થશે. કોઈ પદ અથવા સન્માનનો વિશેષ લાભ મળવાની સંભાવના દેખાઈરહી છે. શિલ્પકાર્ય અથવા લેખનમાં રસ લેશો. પૌરાણિક વિષયો તરફ મન રહેશે. જીવનસાથી સાથે તાલમેલ તમારા ઉત્સાહ અને કામને સકારાત્મક દિશા આપશે.

તુલા
ચંદ્રમાં તમારી રાશિમાં પ્રવાસ આનંદ આવશે. કોઈ સહયોગથી સુખ મળશે. કોઈ કલાત્મક અથવા રચનાત્મક વિચાર આવશે. શનિ તથા રાહુ માનસિક દ્રષ્ટિએ બેચેન કરશે. કમર, પીઠ અથવા પગમાં દુઃખાવો થઈ શકે. લવ લાઈફનો આનંદ મળી શકે છે. દૂર રહેનારા પ્રેમી સંચાર માધ્યમોથી જોડાયેલા રહેશે.

વૃશ્ચિક
શુક્રની સીધી દ્રષ્ટિ ભૌતિક સુખમાં વૃદ્ધિ કરશે. સફળતા પ્રાપ્ત થશે. કોઈ માધ્યમથી ધન લાભ થશે પરંતુ ખર્ચ વધશે. ટૂંકા સમયનું રોકાણ કરી શકો છો, લાભ થશે. ધ્યાન અને યોગથી આંતરિક બળ મળશે. પોતાનાથી અનુભવી અને વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે.

ધન
આજે સવારથી જ ઉત્સાહ ભરપૂર રહેશે. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં રસ જાગશે. પરિવારનો પૂર્ણ સહયોગ મળશે. સંતાનને લઈને થોડી ચિંતા થશે. કેતુ તમારી રાશિમાં હોવાથી ચતુરાઈ અને વાણી લાભ મળી શકે છે. કેટલાક ટેકનિકલ વિષયોમાં પણ તમે રસ દાખવશો. ઘરમાં ખરાબ કેટલીક વસ્તુઓ ઠીક કરી શકો છો.

મકર
ખુશી વધશે. કરિયરમાં નવી સંભાવનાઓ પ્રગટ થશે. વિરોધીઓને મુશ્કેલી થશે. સામાન્ય કષ્ટ તમને પરેશાન કરી શકે છે. નવસેકુ પાણી પીવું જોઈએ અને ઠંડી વસ્તુઓ ખાવાથી દૂર રહેવું. ગેરસમજથી બચો.

કુંભ
કોઈ નાની વાતને લઈને ખુશી મળશે. આશીર્વાદથી જીવન બદલાઈ જશો. શરીરને સામાન્ય કષ્ટ પહાડ જેવું લાગશે. આધ્યાત્મિક પ્રવૃત્તિનો વિકાસ થશે.

મીન
તમારી રાશિમાં સૂર્ય બુધની ઉપસ્થિતિ પ્રભાવમાં વૃદ્ધિ કરશે. મોટા લોકો સાથે સંપર્ક થશે. દૂર રહીને સંતાનની ચિંતા થશે. આર્થિક ખેંચતાણની સંભાવના છે. સન્માન વધશે. કોઈ આધ્યાત્મિક ગુરુ કે વ્યક્તિની દૂરથી જ કૃપા મળશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3e8HLDW

No comments:

Post a Comment

Pages