Latest

Saturday, April 11, 2020

11 એપ્રિલ જન્મદિવસ રાશિફળઃ આ વર્ષે ઘર-પરિવારની આવકના નવા સ્ત્રોત મળશે

આજે ડિરેક્ટર મોહિત સૂરી અને અભિનેત્રી શુભાંગી અત્રેનો જન્મદિવસ છે. તેમને અને આજે જન્મેલા તમામ જાતકોને iamguajarat.com તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ વર્ષ સિંહ લગ્નમાં પ્રવેશ કરી રહ્યો છે. વર્ષના સ્વામી સૂર્ય, મંગળ ગ્રહ રહેશે. મોટાભાગના જાતકોને આ વર્ષમાં આજીવિકાના ક્ષેત્રમાં ખાસ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. એપ્રિલની શરુઆતથી મે સુધી તમે તમારા પર પર ઉભા રહીને સારી સફળતા પ્રાપ્ત કરી શકશો, જ્યારે બૌદ્ધિક કાર્યો સાથે જોડાયેલા મહાનુભાવો પણ વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરશે.

 

ટેક્નિકલ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા જાતકો જૂન, જુલાઈના સમયમાં સાર્વજનિક જીવનમાં ખાસ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશે. કેટલાક વ્યક્તિઓએ ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં માતા-પિતા તરફથી મુશ્કેલી ઉઠાવવી પડશે. ઘરના કામમાં વ્યસ્તતા વિશેષ રહેશે. ઓક્ટોબર, નવેમ્બરમાં કેટલાક સંઘર્ષ પછી સફળતાનો હર્ષ પ્રાપ્ત થશે.

ડિસેમ્બર માસના ઉત્તરાર્ધમાં વધારે ભાગ્યશાળી રહેશો. જાન્યુઆરી 2020માં નજીકના વ્યક્તિ સાથે વિવાદ વધશે. ફેબ્રુઆરી માર્ચમાં વિવાહાદિ મંગળ કાર્યો પર ખર્ચ થશે. વિદ્યાર્થીઓ નિયમિત પરિશ્રમથી વાસ્તવિક સફળતા અથવા લક્ષ્ય પ્રાપ્તિ કરી શકશે. એપ્રિલ 2020ની શરુઆતમાં શારીરિક કષ્ટથી છુટકારો મળશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2XssCHK

No comments:

Post a Comment

Pages