જંગ હારી રહ્યો છે કોરોના વાયરસ

ન્યૂ દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશ લોકડાઉન છે. અત્યારસુધીમાં દેશમાં કુલ 28,380 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 886 લોકોના મોત થયા છે. આમ તો દેશમાં પસાર થતાં દિવસની સાથે કોવિડ 19નું સંક્રમણ વધી રહ્યું છે, પરંતુ સારી વાત એ છે કે કેટલાક રાજ્યોમાં આ લોકડાઉનનો મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. ગોવા, મણિપુર, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશ તો સંપૂર્ણ રીતે કોરોનાથી મુક્ત થયું છે. જ્યારે કેટલાક રાજ્યોમાં Covid 19 ઈન્ફેક્શનના રેટમાં ઘટાડો થયો છે. આ આંકડા 27 એપ્રિલ અને અઠવાડિયા પહેલા એટલે કે 20 એપ્રિલની સરખામણી કરીને કાઢવામાં આવ્યા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
તેલંગાણા

હાલ (27 એપ્રિલે એટલે કે ગઈકાલે) તેલંગાણામાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાનો દર 2.0 ટકા છે. જ્યારે અઠવાડિયા પહેલા (20 એપ્રિલ) આ દર લગભગ 6.2 ટકા હતો. આ રાજ્યમાં અત્યારસુધીમાં 1002 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 26ના મોત થયા છે.
હરિયાણા

કોરોનાનાં સંક્રમણમાં હરિયાણામાં વધારે ઘટાડો જોવા મળ્યો નથી, પરંતુ જે દર ગયા અઠવાડિયે 3.4 ટકા હતો, તે ઘટીને 3.1 ટક થયો છે. હરિયાણામાં અત્યારસુધીમાં 289 લોકો સંક્રમિત છે, જેમાંથી 3 લોકોના મોત થયા છે.
કર્ણાટક

ગયા અઠવાડિયે કર્ણાટકમાં કોરોના વાયરસનું સંક્રમણ 6.9 ટકાના દરથી ફેલાઈ રહ્યું હતું, જ્યારે તેમા તીવ્ર ઘટાડો થયો છે. હવે આ દર અડધો એટલે કે 3.5 ટકા થયો છે. કર્ણાટકમાં અત્યારસુધીમાં 511 લોકોને કોરોના થયો છે જેમાંથી 20ના મોત થયા છે.
તમિલનાડુ

તમિલડનાડુમાં કોરોના વાયરસનું સંક્રમણ 3.5 ટકાના દરે ફેલાઈ રહ્યું છે, અઠવાડિયા પહેલા આ દર 4.6 ટકા હતો. આ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1885 છે, જેમાંથી 24 લોકોના મોત થયા છે.
મધ્યપ્રદેશ

કોરોના વાયરસના દરમાં સૌથી મોટો ઘટાડો મધ્યપ્રદેશમાં નોંધાયો છે. અઠવાડિયા પહેલા અહીંયા 13.7 ટકા દર હતો જે ઘટીને હવે 5 ટકા થઈ ગયો છે. રાજ્યમાં 2168 લોકો સંક્રમિત થયા છે, જેમાથી 106 લોકોના મોત થયા છે.
દિલ્હી

રાજધાનીમાં ગયા અઠવાડિયે સંક્રમણનો દર 7.9 ટકા હતો, જે હવે ઘટીને 5.5 ટકા થયો છે. દિલ્હીમાં અત્યારસુધીમાં 2918 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે જ્યારે 54 લોકોના મોત થયા છે.
રાજસ્થાન

રાજસ્થાનમાં કોરોના વાયરસના સંક્રમણનો દર 20 એપ્રિલે 8.9 ટકા હતો. ત્યાં અત્યારસુધીમાં 2185 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 41ના મોત થયા છે.
આંધ્રપ્રદેશ

ગયા અઠવાડિયે કોરોના વાયરસના સંક્રમણનો દર આંધ્રપ્રદેશમાં 7.6 ટકા હતો, જે ઘટીને 6.2 ટકા થયો છે. આ રાજ્યમાં અત્યારસુધીમાં 1177 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 31 દર્દીઓના મોત થયા છે.
ઉત્તરપ્રદેશ

ઉત્તરપ્રદેશમાં કોરોનાના સંક્રમણની વાત કરીએ તો, અહીંયા અઠવાડિયા પહેલા દર 13.6 ટકા હતો જે ઘટીને 6.8 ટકા થયો છે. યૂપીમાં અત્યારસુધીમાં 1955 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાંથી 31 લોકો મોતને ભેટ્યા છે.
ગુજરાત

હાલ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ 8.6 ટકાના દરથી વધી રહ્યું છે, જે અઠવાડિયા પહેલા 19.3 ટકા હતો. ગુજરાતમાં કુલ 3301 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 151 લોકોના મોત થયા છે.
પશ્ચિમ બંગાળ

અઠવાડિયા પહેલા પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના સંક્રમણનો દર 12.1 ટકા હતો, જે ઘટીને 9.7 ટકા થયો છે. અહીંયા 649 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 20 દર્દીઓના મોત થયા છે
મહારાષ્ટ્ર

ગયા અઠવાડિયા સુધી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણનો દર 11.3 ટકા હતો, જે ઘટીને 9.8 ટકા થયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 8068 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 342 લોકોના મોત થયા છે
from Page Array – I Am Gujarat https://ift.tt/2SeGMZl
No comments:
Post a Comment