આજે બોલિવુડ ડાયરેક્ટર અને એક્ટર સતીષ કૌશિકનો જન્મદિવસ છે. એક સારા ડાયરેક્ટર હોવાની સાથે તેઓ ઉત્તમ અભિનેતા પણ છે. એક્ટર ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને iamgujarat.com તરફથી જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
આ વર્ષ તાંબાના પાદથી પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી ગુરુ મકર રાશિ પર પરિભ્રમણ કરી રહ્યા છે. પરિણામે ભૂતકાળમાં કરેલા કાર્યોનો લાભ અત્યારે મળશે અને નવા સંબંધો બંધાશે. એપ્રિલના બાકીના દિવસોથી મે મહિના સુધી ખરીદ-વેચાણના વેપાર સાથે જોડાયેલા લોકોની સમસ્યા દૂર થશે. વારંવાર સારી તકની પ્રાપ્તિ થશે. જૂનમાં બાકી રહી ગયેલા કાર્યો પૂરા કરવાનો અવસર મળશે.
જુલાઈમાં તમારી સમૃદ્ધિ વધશે. ઓગસ્ટમાં ગુપ્ત શત્રુ પરેશાન કરી શકે છે. આ વર્ષના ઉત્તરાર્ધ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કોઈ ભાગ્યવર્ધક ક્ષેત્ર સાથે જોડાઈ શકો છો. નવેમ્બર અને ડિસેમ્બરમાં તમારા કાર્યો એકાગ્રતા અને કાર્ય કુશળતાથી પૂરા કરી શકશો.
જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં જીવનસ્તર ઊંચું ઉઠી શકે છે. 1 માર્ચથી 31 માર્ચ સુધી કોઈ મુશ્કેલી નડે તો દર ગુરુવારે ચણાની દાળમાં ગોળ ભેળવીને ગાયને ખવડાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3cg1u2u
No comments:
Post a Comment