Latest

Wednesday, April 15, 2020

15 એપ્રિલ જન્મદિવસ રાશિફળઃ આ ઉપાયથી વર્ષ આખું ઘરમાં સુખ-શાંતિ રહેશે

Birthday: 15th April

આજે એક્ટ્રેસ મંદિરા બેદીનો જન્મદિવસ છે. તેમના સહિત આજે જન્મેલા તમામ લોકોને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. જાણો આપના નવા વર્ષ વિશે શું ભવિષ્યવાણી કરવામાં આવી છે. અને કયા પ્રયોગથી આપના જીવનમાં સુખ શાંતિ આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ ગ્રહોની રહેશે અસર

સૂર્ય તમારા જન્મ અને ભાગ્યનો સ્વામી ગ્રહ છે. આ વર્ષ ગુરુ અને બુધ વર્ષ દરમિયાન સ્વામી ગ્રહ રહેશે. એપ્રિલના બાકીના દિવસોમાં વિશેષ ઉત્સાહ રહેશે. જૂન અને જુલાઈમાં તણાવમાં વધારો થશે. ઓગસ્ટથી સપ્ટેમ્બરના મધ્યમાં સમય ઘણો નાજુક રહેશે. ઓક્ટોબર અને નવેમ્બરમાં વેપાર સંબંધી યોજનાઓ, નવા મિત્રો અને સંપર્કોથી લાભ થશે.

વાદ-વિવાદ થશે

ડિસેમ્બરમાં કાર્યક્ષેત્ર, મકાન વગેરેમાં પરિવર્તન આવશે. જાન્યુઆરી મહિનામાં કોઈ શુભ સમાચાર કે વેપારમાં ઉત્સાહ જોવા મળશે. ફેબ્રુઆરીમાં પરિવારમાં વાદ-વિવાદ થશે, મંગળ કાર્યોથી આનંદ મળશે, જૂની ખટપટો દૂર થશે. માર્ચમાં બૌદ્ધિક કાર્ય સફળ થશે.

આ પ્રયોગથી ફાયદો થશે

એપ્રિલના મધ્યમાં ઘરેલું કાર્યોમાં વ્યસ્ત રહેશો. મહિલાઓ માટે વર્ષ વૃદ્ધિકારક રહેશે. વિદ્યાર્થીઓને મહેનત પ્રમાણેનું ફળ પ્રાપ્ત થશે. શનિવાર અને મંગળવારે દાન અને જપ કરવાથી જીવનમાં સુખ શાંતિ આવશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/34CEok9

No comments:

Post a Comment

Pages