વોશિંગ્ટનઃ શુક્રવારે અમેરિકામાં કોરોના વાયરસના કારણે 1,480 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ વાયરસના કારણે કોઈ પણ દેશમાં એક દિવસની અંદર થયેલા મોતનો આ સૌથી મોટો આંકડો છે. તેનાથી એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે અમેરિકામાં 1,169 લોકોના મોત થયા હતા. જોન હોપકિન્સ યુનિવર્સિટીના ટ્રેકરના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે રાત્રે 8.30થી શુક્રવાર રાત્રે 8.30 વાગ્યા સુધીમાં 1,480 લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યારસુધીમાં મૃત્યુ પામનારની સંખ્યાનો આંકડો 7 હજાર પાર પહોંચી ચૂક્યો છે. સૌથી વધારે મોત ન્યૂયોર્કમાં થયા છે, જ્યાં 3 હજારથી વધુ દર્દીઓના મોતની પુષ્ટિ થઈ છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ન્યૂયોર્કમાં નર્સોનું પ્રદર્શન
સારી ગુણવત્તાવાળા મેડિકલ સપ્લાઈની ઉણપને લઈને મેડિકલ સ્ટાફ પ્રદર્શન પર ઉતરી આવ્યા છે. ન્યૂયોર્ક અને કેલિફોર્નિયા રાજ્યમાં ઠેર-ઠેર નર્સો અને અન્ય હેલ્થ સ્ટાફનું પ્રદર્શન યથાવત્ છે. તેમની માગ છે કે, સરકાર તેમને સારા ઉપકરણો ઉપલબ્ધ કરે કારણ કે જો તેના અભાવથી તેમનો જીવ જતો રહ્યો તો પછી લોકોને બચાવવા મુશ્કેલ થઈ જશે.
સ્થિતિ કથળી, ટ્રમ્પે સેનાની જવાબદારી વધારી
અમેરિકામાં સ્થિતિ કથળી રહી છે. સમગ્ર દેશમાં 276,500 લોકો કોરોના સંક્રમિત છે. હવે, સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સેનાની જવાબદારી વધારાઈ છે. ઉલ્લેખનીય છે કે, અત્યારસુધીમાં સેનાને માત્ર મેકશિફ્ટ હોસ્ટિપલો બનાવવું કામ સોંપાયું હતું. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે રહ્યું કે, યુદ્ધ જેવી આ સ્થિતિ સામે લડવા માટે કોઈ સારી રીતે તૈયાર નથી. તેમણે કહ્યું કે, ‘કોરોના વાયરસ સામે લડવા માટે પોતાના પ્રયાસ અંતર્ગત સેનાની જવાબદારી વધારવા જઈ રહ્યો છું. કારણ કે યુદ્ધ જેવી આ સ્થિતિ સામે લડવા માટે કોઈ સારી રીતે તૈયાર નથી. આપણે યુદ્ધ જેવી સ્થિતિમાં છીએ. એક અદ્રશ્ય દુશ્મન સામે ઊભો છે’.
કોરોના વાયરસ: અમદાવાદમાં સ્થિતિ કેમ ચિંતાજનક? સાંભળો, આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિએ શું કહ્યું?
from Page Array – I Am Gujarat https://ift.tt/2yAXhZ3
No comments:
Post a Comment