હેપી બર્થ ડે

આજે બોલિવુડની જાણીતી એક્ટ્રેસ મૌસમી ચેટર્જીનો જન્મદિવસ છે. તેઓ થોડા સમય પહેલા અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પીકૂ’માં જોવા મળ્યા હતા. એક્ટ્રેસ ઉપરાંત આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
મિશ્ર ફળકારક વર્ષ

આ વર્ષના સ્વામી ગુરુ રાહુ-કેતુ વચ્ચે ફસાયેલા છે એટલે મિશ્ર ફળકારક છે. એપ્રિલના બાકીના દિવસોમાં મહત્વાકાંક્ષી પ્રકૃતિવાળા લોકોને મનોરથ સિદ્ધિ થશે. મે અને જૂન મહિનામાં રચનાત્મક કાર્યો માટે પ્રયત્નશીલ રહેવું. સમાજમાં સન્માન વધશે. જુલાઈ અને ઓગસ્ટમાં સ્પર્ધામાં તમારી જીત થશે. સારગર્ભિત વાર્તાશૈલી ઉત્તમ રાખજો.
પ્રવાસના યોગ

સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ઈચ્છા ના હોવા છતાં ક્યાંક જવું પડી શકે છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પ્રવાસના યોગ છે. જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2021 સુધી મનની સમસ્યાઓનું સમાધાન પ્રકૃતિ કરી દેશે. વર્ષનો માર્ચ મહિનો ખુશીઓ લઈને આવશે. એપ્રિલમાં વાદ-વિવાદનો અંત શત્રુઓના પરાજયથી આવશે.
ગુરુવારે કરો આ ઉપાય

ગૃહ શાંતિ માટે દર ગુરુવારે ચણાની દાળમાં ગોળ ભેળવીને ગાયને ખવડાવો. પરિજનોથી દૂર જવાની સ્થિતિ આવી શકે છે. જેનાથી કઠોર સમસ્યાનું નિરાકરણ મળી જશે. કોઈ જૂની પરિચિત મહિલાથી ધનલાભ થવાના યોગ છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3eUq0sb
No comments:
Post a Comment