નવી દિલ્હી: દેશમાં શુક્રવારે કોરોના વાયરસને કારણે 15 લોકોના મોત થયા છે. આ આંકડો એક જ દિવસમાં થયેલા મોતનો સૌથી વધુ આંકડો છે. અત્યારસુધી મૃતકોની સંખ્યા વધીને 85 પર પહોંચી છે, અને ચિંતાજનક વાત એ છે કે કન્ફર્મ કેસની સંખ્યા દેશમાં 3,000ની સપાટીને વટાવી ગઈ છે. સરકારી આંકડા અનુસાર, દેશમાં કુલ 3,082 કેસ કન્ફર્મ થયા છે, અને 500થી વધુ કેસ માત્ર શુક્રવારે જ સામે આવ્યા હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
શુક્રવારે તમિલનાડુમાં સૌથી વધુ 102 કન્ફર્મ કેસ નોંધાયા છે. જેમાં 100 દર્દીઓ તબલીઘી જમાતના મેળાવડામાં જનારા છે. આ સિવાય ગુરુ-શુક્રમાં 80 કેસ તેલંગાણામાં, 42 યુપીમાં, 93 દિલ્હીમાં જોવા મળ્યા છે જેમાં ઘણાખરા પેશન્ટ તબલીઘી જમાત સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા છે.
ગુજરાતમાં પણ કોરોનાના કુલ 95 કન્ફર્મ કેસ નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું. શુક્રવારે રાજ્યમાં સાત નવા કેસ નોંધાયા હતા, અને આ તમામ અમદાવાદના હતા.
ગુરુવારે કુલ 544 કન્ફર્મ કેસ સામે આવ્યા હતા, જે શુક્રવારે 502 થયા છે. ગઈકાલે જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, તેમાંના 280 દિલ્હમાં તબલીઘી જમાતના કાર્યક્રમમાં ગયા હતા કે પછી તે કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોના સંપર્કમાં આવ્યા હતા.
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં જેટલા કન્ફર્મ કેસ આવ્યા છે તેમાંના 647 કેસ એવા રાજ્યોમાં જોવા મળ્યા છે કે જ્યાં લોકો તબલીઘી જમાતના મેળાવડામાં ગયા હતા. દેશમાં જે લોકડાઉન ચાલી રહ્યું છે તેની મહેનત પર પણ આ કાર્યક્રમને લીધે પાણી ફેરવાઈ ગયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં જે પોઝિટિવ કેસ જોવાયા છે તેમાં થયેલો વધારો એક સ્તરે દિલ્હીના કાર્યક્રમ સાથે જોડાયેલો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યોએ પણ આ કાર્યક્રમમાં ગયેલા લોકોને ઓળખીને તેમને ક્વોરન્ટાઈન કરવાનું શરુ કરી દીધું છે.
બીજી તરફ, તબલીઘી જમાતના વડા મૌલાના સાદ કંધાલવી અને તેના છ કોર મેમ્બર્સના ગ્રુપની પોલીસ શોધખોળ કરી રહી છે. પોલીસને શંકા છે કે આ લોકોને પણ કદાચ ચેપ લાગ્યો હોઈ શકે છે અને તેમને ઓબ્ઝર્વેશનમાં રખાાય હોય. નિઝામુદ્દીનમાં આવેલી મરકઝ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયેલા 650 અધિકારીઓને પણ 14 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં મોકલી દેવાયા છે.
ગુજરાતમાંથી પણ 103 લોકો દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલી તબલીઘી જમાત મરકઝમાં ગયા હતા તેમ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું. ત્યાં જનારા અન્ય લોકોની પણ હાલ શોધખોળ ચાલી રહી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2X5Lego
No comments:
Post a Comment