દુનિયભરમાં ફેલાયેલા કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે ભારતમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે ખુશ ખબરી સામે આવી છે. સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઈનના રિસર્ચમાં એ દાવો કરવામાં આવ્યો છે કે દુનિયામાંથી કોરોના વાયરસ 9 ડિસેમ્બર 2020 સુધીમાં પૂરો થઈ જશે.
ભારતમાં 31 જુલાઈ 2020 સુધી કોરોના વાયરસ સંપૂર્ણ રીતે ખતમ થવાની સંભાવના છે. રિસર્ચરએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના આંકડાનો અભ્યાસ કર્યા બાદ આ દાવો કર્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
સંશોધકે કોરોના વાયરસની મહામારી ખતમ થવામાં ત્રણ અનુમાનિત સમય ગણાવ્યા છે. રિસર્ચ મુજબ કોરોના વાયરસ દુનિયાભરમાંથી 29 મે સુધીમાં 97 ટકા અને 15 જૂન સુધીમાં 99 ટકા ખતમ થઈ જશે. જો કોરોના વાયરસને સંપૂર્ણ ખાત્માની વાત કરીએ તો 26 નવેમ્બર 2020 સુધી આ 100 ટકા ખતમ થઈ જશે. આ અનુમાન દરેક દેશના હવામાન, ત્યાંના કોરોના સંક્રમિતોની સ્થિતિ, મોતની સંખ્યા અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યાના આધારે લગાવવામાં આવશે.
Singapore University of Technology & Design (SUTD) has provided some graphs
utilizing data driven estimations of end dates for #Covid_19
Graph for some of the countries showing end dates below. https://t.co/Rk8CmUiYNp pic.twitter.com/0YpeeM3RVd
— Worldometer (@WorldOMeter) April 24, 2020
સિંગાપોર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઈનના આ મોડલમાં કોરોના વાયરસની લાઈફ સાઈકલનો ઉપયોગ કરીને તેના ખતમ થવાની ભવિષ્યવાણી કરાઈ છે. સ્ટડીમાં રિસર્ચરે સંબંધિત દેશોમાં કોરોના નામની મહામારીને રોકવા માટે ઉઠાવેલા પગલાનું મૂલ્યાંકન કરીને ભવિષ્યવાણી કરી છે.
જો કોરોના વાયરસ સંક્રમિતોની રોજ વધતી સંખ્યા અત્યારના હિસાબે 7.8 હિસાબે રહી તો આગામી અઠવાડિયે ભારતમાં કુલ કેસ 47,186 થઈ જશે. જો કોરોના સંક્રમિતનો ગ્રોથ એક ટકા વધ્યો તો આંકડો 50,336 થઈ જશે.
કોરોનાને હરાવીને ફરજ પર હાજર થયા કાલુપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ, કરાયું સ્વાગત
from Page Array – I Am Gujarat https://ift.tt/2KK7uFe

utilizing data driven estimations of end dates for
No comments:
Post a Comment