Latest

Tuesday, April 14, 2020

ટીવીના આ પોપ્યુલર એક્ટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યું બ્રેકઅપ! છેલ્લા 4 વર્ષથી રહેતા હતા લિવ-ઈનમાં

ટેલિવુડની દુનિયામાં વધુ એક લવ સ્ટોરીનો અંત આવ્યો છે. વીજે અનુષા દાડેકર અને ટીવી એક્ટર કરણ કુંદ્રા વચ્ચેનો સંબંધ પૂર્ણ થવાના આરે છે. હંમેશા સાથે રહેતા અને પોતાના ફેન્સને #CoupleGoals આપતી આ જોડી અલગ થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે, કરણ અને અનુષા વચ્ચે કંઈ ઠીક ચાલી રહ્યું નથી. સૂત્રોના આધારે છાપેલા રિપોર્ટ પ્રમાણે, કરણ અને અનુષાને પોતાના સંબંધોમાં ઓટ આવી ગઈ હોવાનું લાગી રહ્યું છે. આટલું જ નહીં બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાથી અલગ રહી રહ્યા છે.

થોડા વર્ષો પહેલા કરણ અને અનુષાએ લિવ-ઈનમાં રહેવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં બંને બાંદ્રાના એક એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા. બાદમાં તેઓ અંધેરી શિફ્ટ થયા હતા. અનુષાને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ દરમિયાન કરણ સાથે તેના લગ્નના પ્લાન વિશે પૂછવામાં આવ્યું હતું. જેને જવાબ તેણે ગોળગોળ આપ્યો. આ બાદથી બંને વચ્ચે કંઈક ઠીક ન હોવાનો વંટોળ ઉઠ્યો હતો.

અનુષાએ પોતાના લાઈવમાં કહ્યું હતું કે, ‘મારા ઈન્સ્ટાગ્રામ પર જે સવાલો આવી રહ્યા છે…તમે બધાએ અલગ-અલગ રીતે એક જ વાત પૂછી છે અને તમે બધા ક્યૂટ છો. આ સવાલના જવાબમાં હું એટલું જ કહેવા માગીશ કે જ્યારે આગળની સ્ટોરી લખાશે ત્યારે હું તમને આગળનું પાનું ફેરવવાનું કહીશ. જે રીતે પરીકથાઓમાં થાય છે. તમને બધાને મારા તરફથી ખૂબ પ્રેમ’.

આ વાત પરથી લાગે છે કે, હંમેશા સાથ રહેતી આ જોડી કોઈને કોઈ તકલીફમાંથી પસાર થઈ રહી છે. જો કે, રિલેશનશિપ પર પૂર્ણવિરામ મૂકવા પાછળના અસલી કારણનો હજુ સુધી ખુલાસો થયો નથી. બંને પાછા ભેગા થઈ જાય તેવી આશા ફેન્સ વ્યક્ત કરી રહ્યા છે.

અનુષા દાંડેકર અને કરણ કુંદ્રા લાંબા સમયથી સાથે છે. બંનેએ સાથે મળીને MTVના શો લવસ્કૂલને પણ હોસ્ટ કર્યો હતો.

હવે સોશિયલ મીડિયા પર આવી એક નવી ટી-શર્ટ ચેલેન્જ, રકૂલ પ્રિતે આ રીતે કરી પૂરી



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/3a8x6FQ

No comments:

Post a Comment

Pages