Latest

Saturday, April 11, 2020

દેશમાં કોરોના વાયરસઃ કુલ કેસની સંખ્યાં 7447 પહોંચી, કોવિડ-19ના 239 દર્દીઓના મોત

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર દુનિયાની સાથે જ ભારતમાં પણ વધી રહ્યો છે. દેશમાં આ ખતરનાક વાયરસના અત્યાર સુધીમાં 7474 કેસ સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં 239 લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. શુક્રવારે દેશભરમાં 859 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જે એક દિવસમાં કોરોના સંક્રમણનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. એકલા દિલ્હીમાં જ શુક્રવારે 183 લોકો કોરોના સંક્રમણના પોઝિટીવ આવ્યા હતા. કોરોનાએ સૌથી વધુ કહેર મહારાષ્ટ્રમાં વર્તાવ્યો છે. જ્યાં કોવિડ-19થી મૃત્યુ પામનારની સંખ્યા 97 પહોંચી ચૂકી છે. જે દેશમાં થયેલા મોતથી અડધી સંખ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ભારત સરકાર તરફથી લોકોને કોરોના વાયરસ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા પણ આવશ્યક એવા પગલાઓ લેવામાં આવ્યાં છે. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પણ સરકાર પરત લાવી છે. અત્યાર સુધીમાં કેટલા મામલાઓ સામે આવ્યા છે. જોઈ લો રાજ્ય પ્રમાણે લિસ્ટ….

આ પણ વાંચોઃગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 106 નવા કેસ, અમદાવાદ અને વડોદરામાં ગંભીર બની રહી છે સ્થિતિ

 

રાજ્ય પોઝિટિવ કેસ (71 વિદેશી) ડિસ્ચાર્જ મૃત્યુ
1 આંધ્રપ્રદેશ 363 7 6
2 આંંદામાન નિકોબાર 11 0 0
3 અરુણાચલ 1 0 0
4 અસમ 29 0 0
5 બિહાર 60 0 1
6 ચંદિગઢ 18 7 0
7 છત્તીસગઢ 10 9 0
8 દિલ્હી 898 25 13
9 ગોવા 7 0 0
10 ગુજરાત 241 26 17
11 હરિયાણા 169 29 3
12 હિમાચલ પ્રદેશ 28 6 1
13 જમ્મુ-કાશ્મીર 184 6 4
14 ઝારખંડ 13 0 1
15 કર્ણાટક 197 30 6
16 કેરલ 357 96 2
17 લદ્દાખ 15 10 0
18 મધ્યપ્રદેશ 259 0 16
19 મહારાષ્ટ્ર 1,364 125 97
20 મણિપુર 2 1 0
21 મિઝોરમ 1 0 0
22 ઓડિસા 44 2 1
23 પુડ્ડુચેરી 5 1 0
24 પંજાબ 101 4 8
25 રાજસ્થાન 463 21 3
26 તમિલનાડુ 834 21 8
27 તેલંગાણા 473 35 7
28 ત્રિપુરા 1 0 0
29 ઉત્તરાખંડ 35 5 0
30 ઉત્તરપ્રદેશ 431 32 4
31 પશ્ચિમ બંગાળ 116 16 5
કુલ કોરોનાના દર્દીઓ 7447* 643 239


લોકડાઉનમાં ફસાયેલા દીકરાને ઘરે લાવવા માતાએ 1400 કિલોમીટર સ્કૂટી ચલાવ્યું



from Page Array – I Am Gujarat https://ift.tt/3edPocc

No comments:

Post a Comment

Pages