અમદાવાદ: લોકોના એકબીજાના સંપર્કમાં આવવાથી કોરોનાના કેસ ઓર વધી શકે છે તેવી ભીતિને કારણે અમદાવાદમાં પહેલીવાર પાંચ સોસાયીને ક્વોરન્ટાઈન કરી દેવાઈ છે. શુક્રવારે કોર્પોરેશને શહેરના ગીચ વિસ્તારોમાં કોરોનાના કેસ સામે આવતા આ નિર્ણય લીધો છે. જમાલપુર, શાહપુર રંગીલા ચોકી, દરિયાપુર ભંડેરી પોળ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ રખિયાલ અને દાણીલીમડામાં બહારના કોઈના પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે, અને આ સોસાયટીના લોકો પણ હવે બહાર નહીં નીકળી શકે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
આ સોસાયટીના ગેટ પર કોર્પોરેશન દ્વારા પતરાં મૂકી દેવાયા છે, અને બોર્ડ મારી દેવાયા છે કે બહારના લોકોએ આ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. આ સોસાયટીના 493 પરિવારોને હવે કોર્પોરેશન દ્વારા જ કરિયાણા, દૂધ તેમજ શાકભાજી સહિતનો સામાન આપવામાં આવશે. એટલું જ નહીં, લોકોનું નિયમિત હેલ્થ ચેક-અપ પણ કરાશે અને સોસાયટીના કોઈ વ્યક્તિને કોઈપણ સંજોગોમાં બહાર નહીં નીકળવા દેવાય.
લોકો ઘરોની બહાર ના નીકળે તે સુનિશ્ચિત કરવા અહી પોલીસનો પણ મોટી સંખ્યામાં પહેરો ગોઠવવામાં આવ્યો છે. જેમાં ઈસ્માઈલ પીરની દરગાહ પાસે આવેલા અલિફ અપાર્ટમેન્ટ, શાહપુર રંગલા પોલીસ ચોકી પાછળ આવેલા ક્રિસ્ટલ અપાર્ટમેન્ટ, દરિયાપુરની ભંડેરી પોળ, દાણીલીમડાના માઝ રેસિડેન્સી, ગુજરાત હાઉસિંગ બોર્ડ રખિયાલનો સમાવેશ થાય છે.
કોર્પોરેશનના સિનિયર હેલ્થ ઓફિસરના જણાવ્યા અનુસાર ક્લસ્ટર ક્વોરન્ટાઈન કેન્દ્ર સરકાર દ્વારા બનાવાયેલા માઈક્રો પ્લાઈનિંગનો હિસ્સો છે, જેમાં ચોક્કસ વિસ્તારમાં જોવા મળેલા કેસના આધારે પગલાં લેવાય છે. જ્યાં પોઝિટિવ કેસ મળ્યો હોય તેના ત્રણ કિમી આસપાસના વિસ્તારમાં પણ નિયંત્રણો મૂકવાની પણ તેમાં જોગવાઈ છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2x2hqqb
No comments:
Post a Comment