નવી દિલ્હીઃ કોરિયન કાર નિર્માતા કંપની કિઆએ ભારતમાં સેલ્ટોસ એસયૂવી સાથે એન્ટ્રી કરી હતી. જેને ભારતમાં જોરદાર રિસ્પોન્સ મળ્યો. કારને મળેલા રિસ્પોન્સને જોતા કંપની આ કારનું ઈલેક્ટ્રિક વર્ઝન લાવવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ કોમ્પેક્ટ એસયૂવીને કંપની સૌથી પહેલા ચીનમાં લોન્ચ કરશે. આ બાદ એશિયાના અન્ય માર્કેટમાં તેને લોન્ચ કરાશે. ભારતમાં આ કારના લોન્ચિંગની ટાઈમલાઈન આપવામાં આવી નથી. ચીનમાં આ કારને આ વર્ષે જ જૂન મહિના બાદ લોન્ચ કરી શકાય છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
મળશે 400કિમીની રેન્જ
આ કારમાં 64kWhની બેટરી મળશે. કારની ઈલેક્ટ્રિક મોટર 204bhp પાવર જનરેટ કરે છે. ફૂલ ચાર્જ પર આ કાર 400 કિમીની રેન્જ આપે છે. ભારતમાં આ કારના લોન્ચિંગને લઈને કંપનીએ હજુ સુધી કોઈ જાણકારી આપી નથી.
ઓગસ્ટ 2019માં લોન્ચ થઈ કિઆ સેલ્ટોસ
કંપનીએ ઓગસ્ટ 2019માં કિઆ સેલ્ટોસ સાથે ભારતમાં એન્ટ્રી કરી હતી. આ કારને ભારતમાં શાનદાર રિસ્પોન્સ મળ્યો. સેલ્ટોસમાં 1.4 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન 138bhpનો પાવર અને 242Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ ડ્યૂઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓપ્શન છે.
કિઆ સોનેટના લોન્ચિંગની રાહ
કિઆએ ઓટો એક્સ્પો 2020માં પોતાની નવી SUV કાર કિઆ સોનેટ રજૂ કરી હતી. ઈવેન્ટમાં આ કાર કોન્સેપ્ટ ફોર્મમાં રજૂ કરાઈ હતી. આ કારનું પ્રોડ્કશન વર્ઝન ઘણીવાર ટેસ્ટિંગ દરમિયાન જોવાયું છે. આ કાર પ્રોડક્શન રેડી વર્ઝન ટેસ્ટિંગ દરમિયાન જોવાઈ હતી. સાઉથ કોરિયાની કંપની કિઆ મોટર્સ ઓગસ્ટ 2020માં પોતાની પહેલી એનિવર્સરી પર સોનેટને લોન્ચ કરી શકે છે.
from Automobile News in Gujarati, ઓટોમોબાઇલ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Automobiles News – Page Array – I Am Gujarat https://ift.tt/2y6w6Fd
No comments:
Post a Comment